જો ટ્રમ્પ અને હેરિસને સરખા મત મળે તો વિજેતા આ રીતે નક્કી થશે?
- રાજ્યના મત દેશના રાષ્ટ્રપતિને પ્રતિનિધિ તરીકે નક્કી કરશે
- Donald Trump ને લોકપ્રિય મતોના વિજેતા જાહેર કરાશે
- હેરિસ મિશિગનએ વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયામાં મજબૂત
US Presidential Election 2024 : America ની ચૂંટણીમાં Donald Trump અને Kamala Harris ની વચ્ચે કાંટાની ટક્કર કાંટની ટક્કર જોવા મળી રહી છે. પરંતુ ચૂંટણી પછી એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, બંનેને સમાન વોટ મળ્યા છે. જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. છેલ્લી વખત થોમસ જેફરસન અને જ્હોન એડમ્સ વચ્ચે 1800 માં એટલે કે 224 વર્ષ પહેલાં ટાઈ થઈ હતી. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 224 વર્ષ આ ઈતિહાસ ફરીથી રચવા જઈ રહ્યો છે. જોકે કોઈપણ ઉમેદવારને રાષ્ટ્રપતિ બનવા માટે 240 ઈલેક્ટોરલ વોટની જરૂરી હોય છે.
રાજ્યના મત દેશના રાષ્ટ્રપતિને પ્રતિનિધિ તરીકે નક્કી કરશે
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ 538 સભ્યોની ઇલેક્ટોરલ કૉલેજમાંથી પસંદ કરવામાં આવશે. દરેક રાજ્યના મત દેશના રાષ્ટ્રપતિને પ્રતિનિધિ તરીકે નક્કી કરશે. દરેક રાજ્યમાં મતોની સંખ્યા અલગ-અલગ હોય છે. મેઈન અને નેબ્રાસ્કા રાજ્યોમાં અલગ-અલગ નિયમો છે. જ્યારે અન્ય રાજ્યોમાં વિજેતાને બધું જ ગણવામાં આવે છે. અહીં જે ઉમેદવારને વધુ લોકપ્રિય મત મળે છે. તમામ ચૂંટણી મત તેમને જ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફ્લોરિડા વિશે વાત કરીએ. અહીં કોંગ્રેસના પ્રતિનિધિત્વ માટે કુલ 29 મત છે. જેમાં 2 સેનેટર અને 27 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
Donald Trump ને લોકપ્રિય મતોના વિજેતા જાહેર કરાશે
તો મતદાનના દિવસે મતદારો રાષ્ટ્રપતિ માટે પોતાનો મત આપે છે. ધારો કે અહીં Donald Trumpને 50 લાખ અને Kamala Harris ને 48 લાખ વોટ મળે છે. Donald Trump ને લોકપ્રિય મતોના વિજેતા જાહેર કરવામાં આવશે. અહીં 'વિનર લેક્સ ઓલ' લાગુ કરવાનો અર્થ છે કે તમામ 29 મત વિજેતા ઉમેદવારના ખાતામાં ઉમેરવામાં આવશે. રાષ્ટ્રીય લોકપ્રિય મતને ધ્યાનમાં લીધા વિના 270 મત મેળવનાર ઉમેદવાર રાષ્ટ્રપતિ બનશે.
હેરિસ મિશિગનએ વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયામાં મજબૂત
ધારો કે ઉમેદવાર 269 મત મેળવે છે. અથવા બંનેના મત 269-269 બની જાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. અમેરિકન હાઉસ બંધારણ અનુસાર રાષ્ટ્રપતિની પસંદગી કરે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ રાષ્ટ્રપતિની પસંદગી કરશે અને સેનેટ ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે. હાલમાં હેરિસ મિશિગનએ વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયામાં મજબૂત છે. તે જ સમયે Donald Trump એરિઝોના, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, નેબ્રાસ્કા અને નેવાડામાં મજબૂત હોવાનું કહેવાય છે. જો હરીફાઈ ટાઈ થાય તો આવતા વર્ષે 6 જાન્યુઆરીએ ખાસ ચૂંટણી યોજાશે. જેમાં દરેક રાજ્યના પ્રતિનિધિ રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરશે.
આ પણ વાંચો: Canada માં ખાલિસ્તાનીઓ સામે હિન્દુઓ એક થયા, વિશાળ રેલી નીકાળી અને...