Delhi : US ના રાજદૂતે 'તૌબા, તૌબા' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, Video Viral
- ભારતમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ
- US ના રાજદૂતે કર્યો જોરદાર ડાન્સ
- સોશિયલ મીડિયામાં Video થયો વાયરલ
ભારતમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 31 મી ઓક્ટોબરે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, દિવાળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે. અમેરિકામાં પણ દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ પણ હવે આવો જ ઉત્સાહ દર્શાવ્યો છે. US એમ્બેસીમાં દિવાળી સેલિબ્રેશન દરમિયાન ડાન્સ કરતા એરિક ગારસેટીનો એક વીડિયો (Video) સામે આવ્યો છે.
US એમ્બેસેડર એરિક ગારસેટીનો ડાન્સ...
વાસ્તવમાં, દિલ્હી (Delhi) સ્થિત અમેરિકન એમ્બેસીમાં દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી છે. ભારતમાં US એમ્બેસેડર એરિક ગારસેટીએ પણ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. એરિક ગારસેટ્ટીએ તાજેતરમાં પ્રખ્યાત ગીત 'તૌબા, તૌબા' પર જોરશોરથી ડાન્સ કર્યો હતો.
આ પણ વાંચો : Delhi ના ચાંદની ચોકમાં French Ambassador ના મોબાઈલની ચોરી, પોલીસે કડક કાર્યવાહી કરી
બિડેને વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવ્યો...
29 ઓક્ટોબરના રોજ US પ્રમુખ જો બિડેને સોમવારે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના ધારાશાસ્ત્રીઓ, અધિકારીઓ અને કોર્પોરેટ નેતાઓ સહિત 600 થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકનોએ હાજરી આપી હતી. દિવાળીનો દીવો પ્રગટાવતા બિડેને કહ્યું કે, દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે.
આ પણ વાંચો : UP : યોગી સરકારની સરકારી કર્મચારીઓને Diwali ની ભેટ, આ દિવસે રજા આપવામાં આવી...
એરિક ગારસેટીએ શું કહ્યું?
અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ પણ વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીની ઉજવણીને ખૂબ જ સુંદર ગણાવી છે. તેમણે કહ્યું કે અમે પ્રકાશની યાત્રાની ઉજવણી કરીએ છીએ, અમે ભારતીય અમેરિકનોના અમૂલ્ય યોગદાનનું પણ સન્માન કરીએ છીએ જેમણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવ્યા છે. નવી દિલ્હી (Delhi)થી વોશિંગ્ટન ડીસી સુધી, દિવાળીની રોશની વિશ્વના દરેક ખૂણાને પ્રકાશિત કરે અને શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ ફેલાવે.
આ પણ વાંચો : Spain માં પૂરે મચાવી તબાહી, કારો પાણીમાં તણાઈ, દિવાલો થઇ ધરાશાયી, 51 લોકોના મોત