ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

US Elections 2024 : શું ટ્રમ્પની જીત નક્કી? બાઈડેન પર ચૂંટણીની રેસમાંથી બહાર થવાનું દબાણ વધ્યું

US Elections 2024 : અમેરિકામાં આ વર્ષના અંતમાં 5 નવેમ્બર 2024ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી (The presidential Election) થવાની છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે અમેરિકામાં નેતાઓના સૂર તેજ થઇ રહ્યા છે. તાજેતરમાં સામે આવી રહ્યું છે કે,...
09:31 AM Jul 19, 2024 IST | Hardik Shah
US Elections 2024

US Elections 2024 : અમેરિકામાં આ વર્ષના અંતમાં 5 નવેમ્બર 2024ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી (The presidential Election) થવાની છે. જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે અમેરિકામાં નેતાઓના સૂર તેજ થઇ રહ્યા છે. તાજેતરમાં સામે આવી રહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (US President Joe Biden) પર ચૂંટણીની રેસમાંથી બહાર થવાનું દબાણ વધી રહ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Former President Barack Obama), જેમણે તેમને દરેક પગલા પર ટેકો આપ્યો હતો, હવે તેમની ઉમેદવારી પર ડેમોક્રેટિક નેતાઓ (Democratic Leaders) સમક્ષ તેમની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. શું આ થોડા દિવસો પહેલા ટ્રમ્પ (Trump) પર થયેલા હુમલા (Attack) થી તેમને મળી રહેલા સહુનુભૂતિનો ડર છે આવો જાણીએ આ આર્ટિકલમાં...

ઓબામાની ચિંતા, બાઈડેનની ઉમેદવારી પર સવાલ

વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે જેને લઇને હવે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓને રાષ્ટ્રપતિ જો બાઈડેનની ઉમેદવારી અંગે વ્યક્તિગત રીતે ચિંતા વ્યક્ત કરી છે. વળી, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ બાઈડેન (81) ને વ્યક્તિગત રૂપે ચેતવણી આપી છે કે જો તેઓ ઉમેદવારીની રેસમાંથી ખસી નહીં જાય, તો ડેમોક્રેટિક પાર્ટી હાઉસ પર નિયંત્રણ મેળવવાની ક્ષમતા ગુમાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેલોસીએ બાઈડેનને કહ્યું હતું કે તમે સંભવતઃ વર્તમાન સંજોગો અનુસાર ટ્રમ્પને હટાવી શકવામાં સક્ષમ નથી, તેથી તમારે તમારી જીદ છોડી દેવી જોઈએ અને ઉમેદવારીમાંથી ખસી જવું જોઈએ. વળી, રાષ્ટ્રપતિ બાઈડેને આ મુદ્દે કહ્યું હતું કે તેઓ ઉમેદવારી પાછી નહીં ખેચે. બાઈડેનનું કહેવું છે કે, તે ઉમેદવારીમાંથી પીછેહઠ કરશે નહીં. તે એવા ઉમેદવાર છે જેણે ટ્રમ્પને પહેલા હરાવ્યા છે અને ફરી એકવાર ટ્રમ્પને હરાવશે. બાઈડેન અને રાષ્ટ્રપતિની ઝુંબેશના અધિકારીઓ ફુલ્ક્સે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે "તે પીછેહઠ કરી રહ્યા નથી." ડેમોક્રેટિક પાર્ટીના ઘણા નેતાઓ બાઈડેનની વધતી ઉંમર અને તેમની તબિયત પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે કે, જો તેમની તબિયત સારી નથી તો આપણે કોઈ બીજાના નેતૃત્વમાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી જોઈએ.

બાઈડેનના હટાવ્યા બાદ કમલા હેરિસને લીડ કરવાની તૈયારી

એક તરફ જો બાઈડેન પીછે હઠ કરવાની ના પાડી રહ્યા છે ત્યારે અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ગુરુવારે લખ્યું છે કે રાષ્ટ્રપતિ બાઈડેન પણ માનવા લાગ્યા છે કે તેઓ 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી જીતી નહીં શકે. લોકો તેમના સ્વાસ્થ્ય પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ બાઈડેનનું ઉમેદવારી પાછી ખેંચવી હવે માત્ર સમયની વાત છે, તેઓ આ ઉમેદવારીમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી શકે છે. જણાવી દઇએ કે, ડેમોક્રેટિક પાર્ટીમાં ગરબડનો સમયગાળો ચાલુ છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી અને રાષ્ટ્રપતિપદના ઉમેદવારને લઈને હજુ પણ અનિશ્ચિતતા છે, તેથી પક્ષના ધારાસભ્યોમાં કોને સમર્થન આપવું તે અંગે અનિશ્ચિતતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા ડેમોક્રેટિક નેતાઓએ હવે રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસની પાછળ લોબિંગ શરૂ કરી દીધું છે. કમલા હેરિસ હાલમાં ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ધરાવે છે અને ડેમોક્રેટિક પાર્ટીના મોટા નેતા પણ છે.

આ પણ વાંચો - US Presidential Election : 'ટ્રમ્પને હરાવી શકશે નહીં', ભૂતપૂર્વ સ્પીકર પેલોસીએ બિડેન વિશે કહ્યું...

આ પણ વાંચો - અમેરિકામાં મતદાન પૂર્વે રાષ્ટ્રપતિ Joe Biden કોરોના સંક્રમિત

Tags :
AmericaBarack ObamaBarack Obama questionsCrisis deepens on Joe Biden candidacyGujarat FirstHardik ShahJoe BidenJoe Biden Barack Obama Trump Kamala Harris AmericaJoe Biden candidacyquestions on Joe Biden candidacyThe presidential ElectionUSus elections 2024US Presidential ElectionsUS presidential elections 2024
Next Article