US Election: ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ રૂપિયો ગગડ્યો!
- અમેરિકાના ચૂંટણી પરિણામ બાદ રૂપિયાનું ધોવાણ
- ડોલરની સામે રૂપિયામાં 84.30 રૂનું ધોવાણ
- ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ રૂપિયામાં અસર
US Election :દેશમાં અમેરિકી ડોલર( US Dollar)ની સરખામણીએ ભારતીય રૂપિયા( Indian Rupee)માં ઘટાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. આજે ડોલરની સરખામણીએ રૂપિયામાં 8.4.30 રૂપિયા પ્રતિ ડોલર સુધી ધોવાણ થયું છે. જે આનું ઐતિહાસિક નીચલું સ્તર છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સની ભારતીય માર્કેટમાં સતત વેચવાલી અને ફંડ આઉટ ફ્લો પછી એક વધુ કારણ છે, જેનાથી ભારતીય રૂપિયામાં ધોવાણ થવાની આશંકા છે. અમેરિકામાં ચૂંટણી (US Election) માં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની જીત પછી આગામી મહિનાઓમાં અમેરિકી કરન્સી ડોલર વધુ વધવાની આશંકાએ આવું થયું તો ભારતીય રૂપિયો હજી નીચે જવાનો ડર સતત છે, અને આ વધુ તળિયે સુધી જઈ શકે છે.
રૂપિયો નબળો થતા તમારા ખિસ્સા પર શું અસર થશે?
ભારતીય રૂપિયાના ધોવાણની સાથે દેશ માટે નવી સમસ્યાઓ શરૂ થવાની આશંકા છે. અમેરિકી ડૉલર મજબૂત થવાનો અર્થ એ છે કે ભારતનું આયાત બિલ સીધું વધશે. ભારત વિદેશમાંથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને તેને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે કારણ કે ડોલર મોંઘો થઈ ગયો છે.
ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થતા મોંઘવારી માજા મૂકશે
ક્રૂડ ઓઈલની કિંમતને કારણે ભારતે તેની આયાત પર વધુ ખર્ચ કરવો પડશે, જેના પરિણામે દેશમાં ઘણી વસ્તુઓની કિંમતો મોંઘી થશે. ડૉલરના મૂલ્યમાં વધારો થવાથી અર્થતંત્રને અસર થશે કારણ કે ભારતનો વિદેશી હૂંડિયામણ અનામત, જે 700 બિલિયન ડોલરની નજીક છે, તેમાં ઘટાડો જોવા મળી શકે છે. ક્રૂડની કિંમત પેટ્રોલ અને ડીઝલના દરોને પણ અસર કરી શકે છે, કારણ કે તેનો ઉપયોગ પરિવહન ઇંધણ માટે કાચામાલ તરીકે થાય છે.
આ પણ વાંચો -Share Market: તેજી બાદ શેર બજારમાં કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો
ગઈકાલે રૂપિયો ઐતિહાસિક ધોવાણ થઈ બંધ થયો
બુધવારે ડોલર સામે રૂપિયો 84.28ના ઓલટાઈમ લોના સ્તરે બંધ થયો હતો. ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીત્યા પછી, સામાન્ય રીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટેક્સ કાપ અને નિયંત્રણમુક્ત થયા પછી યુએસ વૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થશે. તેના કારણે વિશ્વની અન્ય કરન્સીની સરખામણીમાં ડોલરની કિંમત વધુ રહેશે અને વિદેશી રોકાણકારો ડોલરને પસંદ કરશે. આ સિવાય ટેરિફ વધારા અને ડ્યૂટીમાં વધારાની અસરને કારણે યુરો અને અન્ય એશિયન કરન્સીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે, જેના પછી ભારતીય રૂપિયા માટે સંકટ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો -Donald Trump ની જીતને કારણે Tesla ના શેર બન્યા રોકેટ!
ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો
જો કે આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે તે 0.1 ટકા ઘટીને 104.9 ના સ્તર પર આવી ગયો છે. ડૉલર ઇન્ડેક્સ એક એવો ઇન્ડેક્સ છે જે વિશ્વની 6 કરન્સી સામે ડૉલરની મજબૂતાઈ દર્શાવે છે. બુધવારે આ ઇન્ડેક્સ ઘટીને 105.12 પર આવ્યો હતો, જે ચાર મહિનામાં તેનું ઉંચું સ્તર છે.