Urfi Javed ની જાહેરમાં પોર્નસ્ટાર સાથે તુલના થઈ, સમય રૈનાનો શો છોડીને ભાગી
- પોતાની પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો
- તમામની સામે જાહેરમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે
- ઉર્ફીએ લખ્યું, હું Samay Raina ને જવાબદાર ન ગણી શકું
Urfi Javed Walks Out : હાલમાં, ભારતીય કોમેડીની દુનિયામાં સૌથી વધુ નામ Samay Raina નું ગુંજી રહ્યું છે. કારણે કે... હાલમાં, તેણે જે રીતે પોતાના એક શોનું આયોજન કર્યું છે. તેને જોઈને સૌ લોકો હસી-હસીને પેટ પકડી રહ્યા છે. જોકે આ શોને Samay Raina તેની YouTube channel પર અપલોડ કરે છે. ત્યારે આ શોનું નામ india's got latent છે. તો india's got latent માં વિવિધ પ્રકારની લોકો પોતાની કલા બતાવે છે, જેના બદલમાં શોમાં હાજર જજ તેમને માર્ક્સ આપે છે, અને જો જજ અને ઉમેદવારે પોતાના આપેલા માર્ક્સનો આંકડો એક સરખો હોય, તો આ ઉમેદવારને નક્કી કરેલી ધન રાશિ આપવામાં આવે છે.
પોતાની પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો
તો પોતાની બેબાક અને બેખૌફ બોલીના કારણે Samay Raina હંમેશા YouTube અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો પર ચર્ચાનો અને વિવાદનું કારણ બને છે. ત્યારે ફરી એકવાર Samay Raina વિવાદના વાદળો નીચે આવ્યો છે. તાજેતરમાં Samay Raina ના શોમાં સોશિયલ મીડિયાની ફેમસ પ્રભાવક Urfi Javed એ જજની પેનલમાં પહોંચી હતી. ત્યારે Samay Raina દ્વારા તેના પર એક કોમેન્ટ કરવામાં આવી હતી. જેના કારણે આ મામલો સામે આવ્યો છે. આ વખતે Urfi Javed એ તેના શોના સ્પર્ધકો પર પોતાની પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.
Urfi Javed Walks Out Of Samay Raina's India's Got Latent After Being Compared With Adult Star By Contestant
આ પણ વાંચો: 'પુષ્પા 2' પછી, આ એક્શન ફિલ્મ 'બેબી જોન' માટે બની સમસ્યા, થિયેટરમાં લઈ રહી છે વરુણની ફિલ્મનું સ્થાન
તમામની સામે જાહેરમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે
Urfi Javed આ શોમાં જજ તરીકે ગઈ હતી, પરંતુ આ ઘટના બાદ તેણે અધવચ્ચે જ શો છોડી દીધો હતો. હવે અભિનેત્રીએ ત્યાંથી અચાનક જવાનું કારણ સમજાવ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. Urfi Javed એ પોતાની પોસ્ટમાં તો ત્યાં સુધી કહ્યું છે કે તેની સરખામણી એડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલીફા સાથે કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તમામની સામે જાહેરમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. Urfi Javed એ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ઉર્ફીએ લખ્યું, હું Samay Rainaને જવાબદાર ન ગણી શકું
ઉર્ફીએ Samay Raina વિશે પણ વાત કરી છે. તો Samay Raina વિશે ઉર્ફીએ લખ્યું, હું Samay Raina ને જવાબદાર ન ગણી શકું. કારણ કે... તે મારો મિત્ર છે અને હું તેને જવાબદાર ગણાવતી પણ નથી. હું અહીં ફક્ત સ્પર્ધકો વિશે જ વાત કરી રહી છું. જોકે બાદમાં આખી ટીમ આવી અને મને સાંત્વન આપ્યું હતું.
આ પણ વાંચો: Salman Khan ના જન્મદિવસની ઉજવણી માટે અંબાણી પરિવારે ખાસ જશ્નનું કર્યું આયોજન