Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : પેટા ચૂંટણીમાં SP ની નીતિ પર CM યોગીની ધારદાર ટીકા

ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જોરદાર પ્રચાર શરૂ કર્યો છે. યોગીએ સમાજવાદી પાર્ટી (SP) પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે જ્યાં સપાઈ દેખાયા ત્યાં દીકરીઓ ગભરાઈ. યોગીએ SP ને દીકરીઓની સુરક્ષાની ચિંતા ન હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે SP ગુંડાઓને આશ્રય આપે છે.
up   પેટા ચૂંટણીમાં sp ની નીતિ પર cm યોગીની ધારદાર ટીકા
  • UP : પેટા ચૂંટણીમાં SP ની નીતિ પર CM યોગીની ધારદાર ટીકા
  • યુપી પેટાચૂંટણીમાં CM યોગીનો જોરદાર પ્રચાર અને SP પર શાબ્દિક પ્રહાર
  • SP ને દીકરીઓની સુરક્ષાની ચિંતા ન હોતી : CM યોગી

CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી (by-election) માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કર્યું છે. શુક્રવારે મુઝફ્ફરનગર અને હરદોઈમાં બે પ્રચારસભાઓ સંબોધતાં, યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી (SP) પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી સભામાં લોકો સાથે સંવાદ કરતા યોગીએ SP ને નવા નારા સાથે ટાર્ગેટ કર્યા અને કહ્યું કે જ્યાં દેખાયા સપાઈ ત્યાં દીકરીઓ ગભરાઈ. જોકે આ પહેલા એવું કહેવામાં આવતું હતું કે, જે ગાડીમાં સપાનો ઝંડો, સમજી લો તેની અંદર બેઠા છે ક્રૂર ગુંડા.

Advertisement

અખિલેશ યાદવ અને SP પર આક્ષેપ

મુઝફ્ફરનગરના મીરપુર વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર દરમિયાન, યોગીએ SP ને નિશાન બનાવતા કહ્યું કે SPના શાસન દરમિયાન દીકરીઓના સન્માન અને સુરક્ષા પર મોટો ખતરો હતો. યોગીએ આક્ષેપ કર્યો કે SP ને દીકરીઓની સુરક્ષાની ચિંતા ન હોતી અને દીકરીઓને સુરક્ષિત કરવાની જગ્યાએ તેઓ ગુંડાઓને આશ્રય આપતા હતા. SP ને ‘નવા બ્રાન્ડ’ તરીકે ઓળખાવતાં, યોગીએ જણાવ્યું કે એવા લોકો છે જેઓ દીકરીઓ અને બહેનોની સુરક્ષા સાથે સમાધાન કરવા માગે છે. CM યોગીએ લોકોને જણાવ્યું કે SPના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં ખરાબ માહિતી અને ખરાબ પોસ્ટ શેર કરવામાં આવે છે. આ સમાજવાદી પાર્ટીનું વાસ્તવિક કાર્ય દર્શાવે છે. યોગીએ કહ્યું કે તેઓ કોઈને પણ બહેનો અને દીકરીઓની સુરક્ષા સાથે રમવા દેશે નહીં.

Advertisement

પેટાચૂંટણીની તારીખ મોકૂફ રાખવા અંગે CM યોગીએ શું કહ્યું?

પેટાચૂંટણીની તારીખ એક સપ્તાહ મોકૂફ રાખવા અંગે CM યોગીએ કહ્યું કે મુસ્લિમો ઈદના ચાંદના હિસાબે તહેવારો ઉજવે છે. એ જ રીતે ખ્રિસ્તીઓ પણ ઈસ્ટરની ઉજવણી કરે છે. તહેવારોને કારણે રજાઓ બદલાતી રહે છે. ચૂંટણી પંચ પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાનની તારીખો નક્કી કરે છે. આ તહેવારને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચને ચૂંટણીની તારીખ લંબાવવાની અપીલ કરવામાં આવી હતી. 11 નવેમ્બરથી, પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગર, શામલી, અમરોહા, ગાઝિયાબાદ, મુરાદાબાદ, સંભલના ભક્તો ગંગામુક્તેશ્વર, ટીકરી જાય છે અને ગંગામાં સ્નાન કરવા માટે રાત્રિ રોકાણ કરે છે. કેટલાક કલાકો માતા ગંગાના ખોળામાં વિતાવે છે.

ચૂંટણી પંચે જનતાની આસ્થાનું સન્માન કર્યું : CM યોગી

તેમણે કહ્યું કે અમે આભારી છીએ કે ચૂંટણી પંચે જનતાની આસ્થાનું સન્માન કર્યું. પરંતુ SP એ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. SP પૂરી રીતે પર્દાફાશ થઇ ગઇ છે. અગાઉ SP અને કોંગ્રેસ વચ્ચે એક પ્રકારના છૂટાછેડા થઈ ચૂક્યા છે. બંને વચ્ચે એકવાર ફરીથી છૂટાછેડા થઇ ગયા છે. લોકસભાની ચૂંટણી વખતે ખટખટ ખટખટ કહેવામાં આવ્યું હતું. હવે બંને વચ્ચે ખટખટ થઇ ગયું છે. હવે સમાજવાદી પાર્ટીને ખતમ કરવાની તક છે. તેમણે આગળ કહ્યું કે SP માં છેતરપિંડી કરવાની વૃત્તિ છે. તેઓ જનતાને છેતરે છે. યુવાનો, ખેડૂતો અને ગરીબો સાથે દગો આપે છે. તેઓ દીકરીઓની સુરક્ષા સાથે રમે છે. તેઓ ગુંડાઓને આશ્રય આપે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે SP ને પોતાના શાબ્દિક હુમલાથી ખૂબ જ પરેશાન કરી દીધા હતા અને જનતાને તેમની નેગેટિવ સાઈડથી રૂબરૂં કરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો:  ધુલેમાં PM Modi ગર્જ્યા..એક છો તો સેફ છો....

Tags :
Advertisement

.