Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : કાયદો બધા માટે સરખો છે...!, યૂપીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની કાર પર લખ્યું હતું 'ઠાકુર સાહેબ' અને પછી...

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરને કાર પર ઠાકુર સાહેબ લખવું મોંઘુ પડી ગયું. ટ્રાફિક પોલીસે ઈન્સ્પેક્ટરને 3500 રૂપિયાનું ચલણ જારી કર્યું છે. વાસ્તવમાં છેલ્લા બે દિવસથી ઈન્સ્પેક્ટર અંગદ સિંહનો વેગનઆર કાર ચલાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો...
up   કાયદો બધા માટે સરખો છે      યૂપીમાં પોલીસ ઇન્સ્પેક્ટરની કાર પર લખ્યું હતું  ઠાકુર સાહેબ  અને પછી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં પોલીસ ઈન્સ્પેક્ટરને કાર પર ઠાકુર સાહેબ લખવું મોંઘુ પડી ગયું. ટ્રાફિક પોલીસે ઈન્સ્પેક્ટરને 3500 રૂપિયાનું ચલણ જારી કર્યું છે. વાસ્તવમાં છેલ્લા બે દિવસથી ઈન્સ્પેક્ટર અંગદ સિંહનો વેગનઆર કાર ચલાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અંગદ સિંહની કારની પાછળ 'ઠાકુર સાહેબ' લખેલું જોવા મળ્યું હતું.

Advertisement

તમને જણાવી દઈએ કે, યુપીમાં તમારા વાહનો પર જાતિ સંબંધિત શબ્દો લખવા પર પ્રતિબંધ છે. આમ છતાં ઇન્સ્પેક્ટર અંગદ તેની કારમાં નિર્ભયપણે ફરતો જોવા મળ્યો હતો જેમાં તેણે 'ઠાકુર સાહેબ' લખેલું હતું. બે દિવસ પહેલા ઉન્નાવથી ટ્રાન્સફર થયા બાદ તે લખીમપુર ખેરી આવ્યો હતો. અંગદ સિંહ જ્યારે રોડ પર ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે કોઈએ તેની કારનો ફોટો લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

જ્યારે લખીમપુર ટ્રાફિક પોલીસને આ વાતની જાણ થઈ તો તેણે ઈન્સ્પેક્ટર અંગદ સિંહની કાર પર 3500 રૂપિયાનું ચલણ જારી કર્યું. લખીમપુરના સીઓ સંદીપ સિંહે કહ્યું કે ઈન્સ્પેક્ટર અંગદ સિંહ નિઃશંકપણે પોલીસકર્મી છે. પરંતુ ટ્રાફિકના નિયમો બધા માટે સરખા છે. પછી તે સામાન્ય માણસ હોય કે પોલીસ. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

જાણો શું છે નિયમો?

તમને જણાવી દઈએ કે, યુપીમાં પોલીસ એવા વાહન માલિકોને સતત ચલણ જારી કરી રહી છે જેમણે પોતાના વાહનોની પાછળ જાતિ સંબંધિત શબ્દો લખ્યા હોય. વાસ્તવમાં, વાહનો પર નંબર પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરવો, તેના પર લખેલા હોદ્દા સાથે ચલાવવા, લાલ-વાદળી લાઇટનો દુરુપયોગ જેવી અનેક બાબતો પર હાઇકોર્ટના નિર્દેશ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઘણા વર્ષો સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા ન હતા, હવે યોગી સરકારના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમો મુજબ વાહનોની નંબર પ્લેટ પર રજીસ્ટ્રેશન નંબર સિવાય કોઈપણ અનધિકૃત લખાણની મંજૂરી નથી. એમવી એક્ટમાં, નિયમોનું પાલન ન કરવા માટે, પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ છે. આ સિવાય નંબર પ્લેટ પર લખવાની સાઈઝનો પણ નિયમ છે.

Advertisement

આ પણ વાંચો : મુંબઈ વીજ ક્ષેત્રે વધુ સક્ષમ, હવે મુંબઈ 400 કેવી નેશનલ ગ્રીડ સાથે સંકલિત

Tags :
Advertisement

.