મુસ્લિમોને પાર્ટીઓ વપરાશ કરીને ત્યજી દે છે! ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન
- તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે
- આપણે એક થઈને દુશ્મનને યોગ્ય જવાબ આપીશું
- સમાજવાદી પાર્ટીને છોડીને તમે ભાજપમાં જોડાય જાવ
UP Deputy CM Brajesh Pathak : UP ના Deputy CM Brajesh Pathak એ મોરાદાબાદમાં સમાજવાડી પાર્ટી માટે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમાં તેમણે મુસમાન વિશે પણ વાત કહી છે. તેના કારણે તાજેતરમાં રાજકારણ ગરમાયું છે. Deputy CM Brajesh Pathak એ પોતાના નિવેદનોને કારણે અનેકવાર વિવાદોના વાદળો નીચે જોવા મળે છે. તો આ વખેત Deputy CM Brajesh Pathak એ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ એક કટાક્ષ કર્યો છે.
સમાજવાદી પાર્ટીને છોડીને તમે ભાજપમાં જોડાય જાવ
એક અહેવાલ અનુસાર, Deputy CM Brajesh Pathak એ મુસ્લિમોની સ્થિતિ બિરયાનીમાં પડતા પાંદડા જેવી ગણાવી છે. તમામ પક્ષો તેનો ઉપયોગ કરે છે અને તેને ફેંકી દે છે. બિરયાની મુસ્લિમો વિના બનાવી શકાય તે શક્ય નથી. Deputy CM Brajesh Pathak એ જણાવ્યું છે કે, તમે સમાજવાદી પાર્ટીમાંથી નીકળી જાવ. તો સમાજવાદી પાર્ટીને ઉત્તર પ્રદેશ અને દેશમાં કોઈ પૂછવાળું પણ નહીં મળે. સમાજવાદી પાર્ટીને છોડીને તમે ભાજપમાં જોડાય જાવ.
આ પણ વાંચો: Maharashtra Assembly Election : ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરની થઇ તપાસ!
Moradabad, UP: Deputy CM Brajesh Pathak says, ""In the Kundarki Assembly constituency, BJP's popular candidate, Thakur Ramveer Singh, is winning by a massive majority" pic.twitter.com/b5ekklCZTM
— IANS (@ians_india) November 15, 2024
તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે
Deputy CM Brajesh Pathak એ વધુમાં જણાવ્યું છે કે, મુસલમાનો એ દેશની આઝાદીમાં આગવી ભૂમિકા ભજવી છે. તો હવે, તમે ભાજપ સાથે જોડાય જાવ. તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, એની હું તમને ખાતરી આપું છું. સમાજવાદી પાર્ટીએ તમારા મતથી સરકારની રચના કરી, પરંતુ તમને કંઈપણ આપ્યું નહીં. જો બિરયાનીમાંથી પાંદડાઓ નીકળી દેવામાં આવે, તો તેનો સ્વાદ મરી જાય છે. જ્યારે સમાજવાદી પાર્ટી સભ્યોને સત્તા સોંપે છે, ત્યારે તમારું કોઈ નામ પણ હોતું નથી.
આપણે એક થઈને દુશ્મનને યોગ્ય જવાબ આપીશું
Deputy CM Brajesh Pathak એ અંતે જણાવ્યું છે કે, તમે સમાજવાદી પાર્ટીના લોકોમાં જો તમાપી પાસે આવે છે, તો તેઓને કહો કે અમે ભાજપમાં જોડાયા છે. હવે હિન્દુઓ અને મુસ્લિમો આ દેશની સુધારણા અને પ્રગતિ માટે સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે જો આપણે એક થઈશું, તો આપણે દુશ્મનને યોગ્ય જવાબ આપીશું.
આ પણ વાંચો: PM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી