Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel ની મશનીથી વૃદ્ધ વ્યક્તિ યુવાન થશે, આ લાલચ આપી દંપતીએ કરોડોની..

64 વર્ષનો વ્યક્તિ પણ 25 વર્ષનો યુવાન દેખાવા લાગશે દંપતીએ પાઈપથી બનેલી ચેમ્બર જેવું મશીન બતાવ્યું દંપતીએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી Kanpur Israel Machine : Uttar Pradesh ના Kanpur માં બંટી અને બબલી જેવો કિસ્સો સામે આવ્યો...
israel ની મશનીથી વૃદ્ધ વ્યક્તિ યુવાન થશે  આ લાલચ આપી દંપતીએ કરોડોની
  • 64 વર્ષનો વ્યક્તિ પણ 25 વર્ષનો યુવાન દેખાવા લાગશે
  • દંપતીએ પાઈપથી બનેલી ચેમ્બર જેવું મશીન બતાવ્યું
  • દંપતીએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી

Kanpur Israel Machine : Uttar Pradesh ના Kanpur માં બંટી અને બબલી જેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે વૃદ્ધોને ઇઝરાયેલના ઓક્સિજન થેરાપી મશીનથી યુવાન બનાવવાની લાલચ આપી કુલ 35 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપ્યો છે. જોકે કાનપુર પોલીસે આ મામલે કાનપુરમાં આવેલી મેડિકલ ટીમનો પણ અભિપ્રાય લીધો છે. ત્યારે આ દંપતિ વિરુદ્ધ પોલીસે કરોડોની છેતરપિંડીનો કેસ દાખલ કરીને આગળ તજવીજ હાથ ધરી છે.

Advertisement

64 વર્ષનો વ્યક્તિ પણ 25 વર્ષનો યુવાન દેખાવા લાગશે

કાનપુરની અંદર આવેલા સ્વરૂપનગરના રાજીવ દુબે અને તેની પત્ની રશ્મિ દુબેએ બે વર્ષ પહેલા સાકેતનગરમાં રિવાઈવલ વર્લ્ડ નામની સંસ્થા ખોલી હતી. તેમણે સ્વરૂપનગર નિવાસી રેણુ ચંદેલ અને શહેરના અન્ય લોકો સાથે 35 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. રેણુ ચંદેલના કહેવા પ્રમાણે, દંપતીએ જણાવ્યું કે તેમણે ઈઝરાયેલથી 25 કરોડ રૂપિયામાં એક મશીન ખરીદ્યું છે, જે ઓક્સિજન થેરાપી આપે છે. જેના કારણે 64 વર્ષનો વ્યક્તિ પણ 25 વર્ષનો યુવાન દેખાવા લાગશે.

આ પણ વાંચો: PM Narendra Modi એ મુંબઈની મેટ્રોની કરી સવારી, યાત્રીઓ સાથે કરી વાતચીત...

Advertisement

દંપતીએ પાઈપથી બનેલી ચેમ્બર જેવું મશીન બતાવ્યું

આ મશીન બતાવી છેતરપિંડીનો ધંધો વધારવા નેટવર્ક મેનેજમેન્ટ જેવી સ્કીમ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. રેણુએ 20 સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનેલા વધુ 20 લોકો સામે આવ્યા છે. ડીસીપી સાઉથ અંકિતા શર્માએ કહ્યું કે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના આરોપ એક સરખો કરવામાં આવ્યો છે. એક દંપતીએ પાઈપથી બનેલી ચેમ્બર જેવું મશીન પણ બતાવ્યું હતું. જેના માધ્મયથી કરોડની છેતરપિંડી કરી છે.

Advertisement

દંપતીએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી

ડીસીપીએ જણાવ્યું કે છેતરપિંડી કરનાર દંપતીએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. માહિતી મળ્યા પછી અરજીને ફગાવી દેવા માટે હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરશે. છેતરપિંડી કરનાર દંપતીને શોધવા માટે ચાર ટીમો કામે લાગી છે. આ ઉપરાંત સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો: AAP નેતા દિલ્હીમાં BJP ના ધારાસભ્યોના પગ પકડવા માટે થયા મજબૂર!

Tags :
Advertisement

.