Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોતાને અભણ ગણાવતી સીમા હૈદરે પાકિસ્તાનનું સીમ કેમ તોડી નાંખ્યું..!

UP ATS ફરી એકવાર પાકિસ્તાન (Pakistan)થી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) ને પૂછપરછ માટે લઇ ગઇ છે. આ પહેલા સોમવારે પણ સીમા અને તેના કથિત બીજા પતિ સચિન મીણાની 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં...
10:15 AM Jul 18, 2023 IST | Vipul Pandya
UP ATS ફરી એકવાર પાકિસ્તાન (Pakistan)થી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર (Seema Haider) ને પૂછપરછ માટે લઇ ગઇ છે. આ પહેલા સોમવારે પણ સીમા અને તેના કથિત બીજા પતિ સચિન મીણાની 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
સોમવારે પણ બંનેની લગભગ 8 કલાક પૂછપરછ કરાઇ
પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર પરના સવાલો હજુ પૂરા થયા નથી. UP ATSએ ફરી એકવાર સીમા હૈદર અને સચિનને ​​પૂછપરછ માટે ઝડપી લીધા છે. આ પહેલા સોમવારે પણ બંનેની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અનેક સવાલો પૂછ્યા બાદ એટીએસે તેને મોડી રાત્રે ઘરે જવા દીધો હતો. સચિનના પિતા નેત્રપાલને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને થોડી પૂછપરછ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
 તેણે પાકિસ્તાની સિમ કેમ તોડ્યું
સોમવારે ત્રણેયની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી અને પછી નોઈડા સેક્ટર 94ના કમાન્ડ સેક્ટરમાં સામસામે પૂછપરછ કરાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ATSએ તેની તૂટેલી સીમ અને VCR કેસેટ અંગે પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એટીએસે સીમાને એ પણ પૂછ્યું કે શું તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે. શું તેના કાકા કે અન્ય સંબંધીઓ પણ પાકિસ્તાન આર્મીનો ભાગ છે. સીમા પાસે ચાર ફોન કેમ હતા, તેણે પાકિસ્તાની સિમ કેમ તોડ્યું, તે ભારતમાં કેવી રીતે પ્રવેશી, કરાચીથી નોઈડા પહોંચવામાં તેને કોણે મદદ કરી. આવા અનેક સવાલો સીમાને પૂછવામાં આવ્યા છે.
ત્રણ દેશોની સરહદ પાર કરીને ભારત આવવાની હિંમત કેવી રીતે મળી?
પોતાને ખૂબ જ અભણ ગણાવતી સીમા હૈદરને અંગ્રેજીથી લઈને કમ્પ્યુટર અને ગેમિંગ સુધીની દરેક બાબતોનું સારું જ્ઞાન કેવી રીતે છે? તે શુદ્ધ હિન્દીમાં કેવી રીતે વાત કરે છે? ત્રણ દેશોની સરહદ પાર કરીને ભારત આવવાની હિંમત કેવી રીતે મળી? ઘણા નિષ્ણાતો પહેલાથી જ આ બાબતો અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. ઘણા નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે સીમા હૈદર આઈએસઆઈની જાસૂસ હોઈ શકે છે.
આ પણ વાંચો---SEEMA HAIDER એ બાબા બાગેશ્વરને લઇને આ શું કહી દીધું…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ISIPakistanSeema HaiderUP ATS
Next Article