Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : વકીલના ડ્રેસમાં આવેલા ગુંડાએ મુખ્તાર અંસારીના નજીકના શખ્સની હત્યા કરી

લખનઉની સેશન કોર્ટમાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી મારીને હત્યા કરાયેલા ગેંગસ્ટરનું નામ સંજીવ જીવા હોવાનું કહેવાય છે. આ ગોળીબારમાં એક છોકરીને પણ ગોળી વાગી હતી, જેને બલરામપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું...
up   વકીલના ડ્રેસમાં આવેલા ગુંડાએ મુખ્તાર અંસારીના નજીકના શખ્સની હત્યા કરી

લખનઉની સેશન કોર્ટમાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી મારીને હત્યા કરાયેલા ગેંગસ્ટરનું નામ સંજીવ જીવા હોવાનું કહેવાય છે. આ ગોળીબારમાં એક છોકરીને પણ ગોળી વાગી હતી, જેને બલરામપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટર વકીલના કપડામાં કોર્ટમાં આવ્યો હતો અને કોર્ટની અંદર તેણે સંજીવ જીવા પર ગોળીબાર કર્યો હતો. ગોલ્ડી હત્યા કેસમાં સંજીવ જીવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સંજીવ જીવા કૃષ્ણાનંદ હત્યા કેસ અને બ્રહ્મદત્ત દ્વિવેદી હત્યા કેસમાં પણ આરોપી હતો. સંજીવ જીવા પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો. તેનું કનેક્શન મુખ્તાર અંસારી સાથે છે. તે મુખ્તારનો શૂટર રહી ચૂક્યો છે. પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. સંજીવ હાલમાં યુપીની લખનઉ જેલમાં બંધ હતો.

Advertisement

સંજીવ જીવાનું 90ના દાયકામાં ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ થયો હતો

સંજીવ હાલમાં લખનઉ જેલમાં બંધ હતો. ગુનાખોરીની દુનિયામાં સંજીવના પ્રવેશ વિશે વાત કરીએ તો, તેણે સૌપ્રથમ 90ના દાયકામાં પોતાનો દબદબો બનાવવાની શરૂઆત કરી હતી. આ પછી તેણે સામાન્ય લોકો તેમજ પોલીસ અને વહીવટીતંત્રમાં પોતાનો આતંક ફેલાવવાનું શરૂ કર્યું.

Advertisement

2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી

સંજીવ તેમના જીવનના પ્રારંભિક ભાગમાં કમ્પાઉન્ડર હતો. કામ કરતી વખતે તેના મગજમાં ગુનાનો જન્મ થયો અને સંજીવે ડિસ્પેન્સરીના સંચાલકનું અપહરણ કર્યું. આ પછી તેનો ઉત્સાહ વધતો ગયો અને 90ના દાયકામાં જીવાએ કોલકાતાના એક બિઝનેસમેનના પુત્રનું અપહરણ કરી લીધું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે ખંડણીના બદલામાં બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બે કરોડ માંગવા એ તે સમયે સૌથી મોટી વાત હતી.

ઘણી ગેંગમાં હતો, પછી પોતાની ગેંગ બનાવી

ત્યારે સંજીવ જીવા હરિદ્વારની નાઝીમ ગેંગમાં સામેલ થયો હતો. આ પછી તે સતેન્દ્ર બરનાલા ગેંગમાં જોડાયો. જોકે, અલગ-અલગ ગેંગ માટે કામ કર્યા પછી પણ સંજીવ સંતુષ્ટ ન થયો અને તેણે પોતાની ગેંગ બનાવવાનું નક્કી કર્યું.

મુખ્તાર અંસારીના સંપર્કમાં કેવી રીતે આવ્યો સંજીવ ?

10 ફેબ્રુઆરી, 1997ના રોજ ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યામાં પણ સંજીવ જીવાનું નામ સામેલ હતું. આ હત્યા કેસમાં જીવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મોટી ઘટના બાદ તે મુન્ના બજરંગી ગેંગમાં સામેલ થઈ ગયો હતો. આ દરમિયાન તે મુખ્તાર અન્સારી સાથે સંપર્કમાં આવ્યો હતો.

સંજીવનું નામ મોટી ઘટનાઓ સાથે જોડાયેલું છે

કહેવાય છે કે મુખ્તાર અંસારીને નવા હથિયારોનો શોખ હતો. સંજીવ જીવા પોતાની યુક્તિઓ વડે આ હથિયારોની હેરાફેરી કરવામાં માહેર હતો. તેમની આ વિશેષતાને કારણે સંજીવને મુખ્તારનું સમર્થન મળતું તહેતું હતું. આ પછી કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ જીવાનું નામ સામે આવ્યું હતું.

આ પણ વાંચો : ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે સારા સમાચાર, 48 કલાકમાં કેરળ પહોંચશે મોન્સૂન

Tags :
Advertisement

.