Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયામાં જોવા મળશે ભારે કરંટ

ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી રાજ્યમાં 4 દિવસ હળવા વરસાદની આગાહી Gujarat: ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. ગુજરાત (Gujarat) પરની વરસાદી સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે....
03:37 PM Aug 09, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Rain Update
  1. ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી
  2. રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
  3. રાજ્યમાં 4 દિવસ હળવા વરસાદની આગાહી

Gujarat: ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. ગુજરાત (Gujarat) પરની વરસાદી સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે સાથે રાજ્ય (Gujarat)માં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં 4 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain)ની સંભાવના નહિવત જોવા મળી રહીં છે. જો કે, અત્યારે ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોંગ્રેસનાં નેતાઓએ રાજ્ય સરકારને આડે હાથ લીધી! BJP નેતાઓએ કર્યો વળતો પ્રહાર

રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત જોવા મળી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અત્યાર સુધી રાજ્યમાં 20 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં સામાન્ય કરતા 15 ટકા વધુ વરસાદ નોંધાયો હોવાના આંકડા સામે આવ્યા છે. આ સાથે સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, વરસાદી વાતાવરણના કારણે દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે, જેના કારણે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો:  આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યમાં 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્ય (Gujarat)માં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં રાજ્યમાં 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, વડોદરામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં અઢી ઇંચ વરસાદ થયો છે. આ સાથે બોરસદ અને જાંબુઘોડામાં 2-2 ઇંચ વરસાદ, છોટા ઉદેપુરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલી, ગોધરા, સુરત અને પેટલાદમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દેવગઢ બારિયા, આંકલાવ અને સોનગઢમાં અડધો ઇંચ વરસાદ થયો છે. અન્ય તાલુકામાં 24 કલાકમાં સામાન્ય વરસાદ

આ પણ વાંચો: BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - તેમનાં શાસનમાં તો..!

Tags :
GujaratGujarat Rain UpdateGujarat Rains UpdateGujarati NewsHeavy rainsLatest Gujarati NewsVimal Prajapati
Next Article