Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

 50 વર્ષમાં 1 કામ થાય તેવા 4 કામ PM MODI એ 3 મહિનામાં કર્યા : AMIT SHAH

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. શનિવારે તેઓ સરખેજ, ગોતા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અમદાવાદમાં 1651...
01:22 PM Sep 30, 2023 IST | Vipul Pandya
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. શનિવારે તેઓ સરખેજ, ગોતા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અમદાવાદમાં 1651 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, અને જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ ત્રાગડમાં બનેલા પબ્લિક પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદ અને ઔડા દ્વારા નિર્મિત વિવિધ સુવિધાઓની શરૂઆત પણ કરાવી હતી.
1650 કરોડના 39 કામો આજે અહી થયા
 AMC અને AUDAના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ સંબોધન કરતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે  કોર્પોરેશન અને સીએમને અભિનંદન છે કે લોકો માગે તે પહેલાં જ તેઓ કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારનો આભાર કે જ્યારે જ્યારે મે પત્ર લખ્યો હોય ત્યારે મોટાભાગના કામોની પ્રાયોરીટી નક્કી કરી છે. 17544 કરોડના કામો એક જ લોકસભા ક્ષેત્રમાં થયા છે. ધારાસભા લેવલના 11 હજારના કામો થયા છે. 1650 કરોડના ખર્ચેથી 39 પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહર્ત આજે થયું છે. 1650 કરોડના 39 કામો આજે અહી થયા છે.
50 વર્ષે એક કામ થાય તેવા 4 કામ 3 મહિનામાં વડાપ્રધાને કર્યા
તેમણે કહ્યું કે નરેન્દ્ર ભાઇએ ઇસરોની કાયાકલ્પ કરી વૈજ્ઞાનિકોને પ્રેરણા અને નવી ઉર્જા આપી અને આખી દુનિયાએ આજે ચન્દ્ર પર તિરંગો ફરકતો જોયો અને તે આપણા સૌ માટે તે સૌભાગ્યની વાત છે. જી 20નું આયોજન બધા દેશોએ કર્યું પણ બધા રાષ્ટ્રોએ કહ્યું કે ભારતે જે આયોજન કર્યું તે આવનારા 25 વર્ષ સુધી ચેલેન્જીગ રહેશે. વિષમ આંતરરાષ્ટ્રિય સ્થિતમાં દિલ્હી ડેક્લેર્રેશન આપણા વડાપ્રધાને કર્યું છે. આફ્રિકી યુનિયનને જોડવાનું કામ કર્યું અને ભારત વિકસીત અને વિકસતા દેશોની સાથે છે તે સંદેશો આપ્યો છે. વડાપ્રધાને મહિલાઓને અનામત આપી. કાયદા બનાવવા માટે મહિલાઓનું યોગદાન જરુરી છે અને વર્ષોથી આ બિલ અટકતું હતું. તેમણે નવી સંસદ બનાવી અને નવી સંસદમાં તેઓ નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પણ લાવ્યા. માતાના સંસ્કારને કાયદાના જામા પહેરાવાનું કામ પીએમ મોદીએ કર્યું છે. આ ચાર કામો એક ક્વાર્ટરમાં કર્યા છે. 50 વર્ષે એક કામ થાય તેવા 4 કામ 3 મહિનામાં વડાપ્રધાને કર્યા છે. તેમના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ સરકારો વિશ્વમાં ભારતનું સ્થાન અપાયું છે.
આ પણ વાંચો----પાદરા ખાતે ઈદના ઝુલુસમાં કેટલાક યુવકોનું ખુલ્લી તલવારો અને મારક હથિયારો સાથે પ્રદર્શન, પોલીસે નોંધ્યો ગુનો
Tags :
AMCAUDAdevelopments worksHome Minister Amit Shah
Next Article