Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OTT પ્લેટફોર્મ માટે નવો Anti Tobacco Rules જાહેર, આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે તમાકુ વિરોધી દિવસે OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની સૂચના જારી કરી છે. નોટિફિકેશનમાં OTT પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં તમાકુ વિરોધી ચેતવણી દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું છે. કહેવામાં આવ્યું છે કે જો ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર...
ott પ્લેટફોર્મ માટે નવો anti tobacco rules જાહેર  આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
Advertisement

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે તમાકુ વિરોધી દિવસે OTT પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની સૂચના જારી કરી છે. નોટિફિકેશનમાં OTT પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં તમાકુ વિરોધી ચેતવણી દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું છે. કહેવામાં આવ્યું છે કે જો ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય કડક કાર્યવાહી કરશે.

આરોગ્ય મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું

Advertisement

વર્લ્ડ નો ટોબેકો ડે પર આરોગ્ય મંત્રાલયે આ સૂચના જાહેર કરી છે. આ પછી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને સોની લિવ જેવા તમામ OTT પ્લેટફોર્મ માટે સામગ્રી સાથે તમાકુ વિરોધી ચેતવણીઓ દર્શાવવી ફરજિયાત રહેશે. સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની અવધિની તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પ્રદર્શિત કરવી પહેલેથી જ ફરજિયાત છે.

Advertisement

નિયમ પાલન નહી થાય તો થશે  કાર્યવાહી

નવા નિયમ મુજબ, તમાકુ ઉત્પાદનો અથવા તેનો ઉપયોગ દર્શાવતી ઓનલાઈન કન્ટેન્ટના પ્રકાશક પાસે તમાકુ વિરોધી સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની જગ્યા હોવી જોઈએ. OTT પ્લેટફોર્મ તમાકુ ઉત્પાદનોના પ્રદર્શન અથવા પ્રોગ્રામમાં તેમના ઉપયોગના સમયગાળા દરમિયાન સ્ક્રીનના તળિયે એક અગ્રણી સ્થિર સંદેશ તરીકે તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પણ પ્રદર્શિત કરશે. જો ઓટીટી પ્લેટફોર્મ આ નિયમનું પાલન નહી કરે તો તેની સામે સખ્ત કાર્યવાહી થશે.

આજે વિશ્વ તમાકુ નિષેધ દિન

ઉલ્લેખનીય છે કે, આજે 31મી મેએ વિશ્વ તમાકુ વિરોધી દિવસ છે અને આ વખતની થીમ છે 'આપણે ભોજનની જરૂર છે તમાકુંની નહી'. વર્ષ 2023ના આ વૈશ્વિક અભિયાનને હેતુ ખેડુતો માટે વૈકલ્પિક પાક ઉત્પાદ અને માર્કેટિંગની તકો વિશે જાગૃતિ વધારવા અને તેમને ટકાઉ, પૌષ્ટિક પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ પણ વાંચો : વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2023,જાગ્યા ત્યારથી સવાર, આજથી જ બંધ કરો તમાકુનું સેવન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

×

Live Tv

Trending News

.

×