Uniform Civil Code: કાયદો બંધારણને અલગ મૂકી બનાવવામાં આવી રહ્યો છે: હબીબ કટારીયા
- મુસ્લિમ આગેવાન હબીબ કટારીયા સાથે વાતચીત
- UCC કમિટીમાં એક મુસ્લિમ અગ્રણી લેવા જોઈએ: હબીબ કટારીયા
- "કાયદો બંધારણને અલગ મૂકી બનાવવામાં આવી રહ્યો છે"
- "કાયદોનો અભ્યાસ કરી મુસ્લિમ વિરોધી હશે તો વિરોધ કરીશું"
- કાયદો યોગ્ય હશે તો ભાજપનું સન્માન કરશું: હબીબ કટારીયા
Uniform Civil Code કાયદાને લઈ રાજકોટ મુસ્લિમ આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. મુસ્લિમ આગેવાન હબીબ કટારીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, UCC કમિટીમાં એક મુસ્લિમ અગ્રણી લેવા જોઈએ.
વધુમાં કટારીયાએ જણાવ્યું કે, કાયદો બંધારણને અલગ મૂકી બનાવવામાં આવી રહ્યો છે. કાયદોનો અભ્યાસ કરી મુસ્લિમ વિરોધી હશે તો વિરોધ કરીશું. કાયદો યોગ્ય હશે તો ભાજપનું સન્માન કરશું. ભારતીય જનતા પાર્ટી હંમેશા મુસ્લિમ વિરોધી કાયદા જ લઈ આવે છે, એટલે અમે કાયદાનો અભ્યાસ કરીશું અને જો કાયદો મુસ્લિમ વિરોધી હશે તો અમે કાયદાનો વિરોધ કરીશું. અને ઘણી વખત કહેવામાં આવે છે કે, તમે વિરોધ જ કરો છો તો અમારો વિરોધ સચ્ચાઈ માટે હોય છે. તમે સારી વસ્તુ કરશો તો અમે તમારું સન્માન કરવા તૈયાર છીએ. મુસ્લિમ સમાજ એકતા અને ભાઈચારાને માનવાવાળો સમાજ છે.
‘આ કાયદો બંધારણથી વિપરીત કરવામાં આવી રહ્યો છે’
યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો જે તૈયાર કરવામાં આવી રહ્યો છે તે બંધારણથી વિપરીત થઈને કરવામાં આવી રહ્યો છે. ડૉ. બાબા સાહેબ આંબેડકરે જે કાયદો બનાવ્યો છે તે કાયદાને ખતમ કરવામાં આવી રહ્યો છે. એટલે જ અમે માની રહ્યા છે કે આ કાયદા વિરૂદ્ધ છે એટલે જો યુનિફોર્મ સિવિલ કોડ કાયદાથી વિપરીત હશે તો અમે તેનો અસ્વીકાર કરશું. તેમજ હિન્દુસ્તાનનો કોઈપણ મુસ્લિમ શરિયતથી વિરૂદ્ધના કોઈ કાયદાને સ્વીકારશે નહીં. આ દેશ દરેક ધર્મ અને સંપ્રદાયને આદર આપનારો દેશ છે મને પણ ગર્વ છે કે હું ભારતીય છું.
આ પણ વાંચો: UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન