Seema Haider ને Pakistan નહી મોકલો તો 26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો
મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં (Mumbai Traffic Control Room) ધમકીભર્યો કોલ આવ્યો છે. ફોન કરનારે ઉર્દૂ ભાષામાં કહ્યું કે, જો સીમા હૈદર (Seema Haider) પાકિસ્તાન (Pakistan) પરત નહીં આવી તો ભારતે 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવું જોઈએ અને તેની પાછળ ઉત્તર પ્રદેશ સરકાર (Government of Uttar Pradesh) જવાબદાર છે. મુંબઈ પોલીસ (Mumbai Police) અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
મળી રહેલી માહિતી અનુસાર, મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં (Mumbai Traffic Control Room) ધમકીભર્યો કોલ (Threatening call) આવ્યો છે. ફોન કરનારે ઉર્દૂ ભાષામાં કહ્યું હતું કે, જો સીમા હૈદર (Seema Haider) પાકિસ્તાન (Pakistan) પરત નહીં ફરે તો ભારત બરબાદ થઈ જશે. ફોન કરનારે 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી અને તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર (Government of Uttar Pradesh) જવાબદાર છે. આ કોલ 12 જુલાઈના રોજ મુંબઈ પોલીસના (Mumbai Police) કંટ્રોલ રૂમમાં આવ્યો હતો ત્યારબાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે.
સીમા કેવી રીતે પહોંચી ભારત?
સીમા હૈદર (Seema Haider) પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈસમાબાદની રહેવાસી છે. ડોક્યૂમેન્ટ્સ અનુસાર તેના લગ્ન 2014 માં ગુલામ રઝા સાથે થયા હતા. તેને ચાર બાળકો છે. 2019માં ગુલામ હૈદર કામના સંબંધમાં સાઉદી અરેબિયા (Saudi Arabia) ગયો હતો. ત્યાંથી તેણે સીમાને પૈસા મોકલવાનું શરૂ કર્યું. સીમાના કહેવા પ્રમાણે, તે 2019 પછી ક્યારેય ઘરે પરત આવ્યો નથી.
દરમિયાન વર્ષ 2020 માં સીમાએ PUBG ગેમ દ્વારા ગ્રેટર નોઈડાના (Greater Noida) જેવરના એક ગામમાં રહેતા સચિન (Sachin) સાથે મિત્રતા કરી. બંનેનું અફેર હતું. તે 10 માર્ચે નેપાળ આવી હતી. સીમાનો દાવો છે કે બંનેએ નેપાળમાં (Nepal) જ એક મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી સીમા પાકિસ્તાન પરત ગઈ પરંતુ સીમા સચિન સાથે રહેવા માંગતી હતી, તેથી 10 મેના રોજ તે તેના ચાર બાળકો સાથે કરાંચી શહેરથી શારજાહ પહોંચી. પછી અહીંથી ફ્લાઈટ મારફતે કાઠમંડુ પહોંચ્યા.
ખાનગી વાહન દ્વારા કાઠમંડુથી (Kathmandu) પોખરા પહોંચી અને ત્યાંથી દિલ્હી આવી. સચિન નોઈડામાં તેની રાહ જોઈ રહ્યો હતો. સીમા 13 મેના રોજ નોઈડા આવી હતી. અહીંથી સચિન તેને રબુપુરા વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં બંને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આ અંગે પોલીસને જાણ થતાં બંનેની 4 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. જો કે હાલ બંને કોર્ટમાંથી જામીન પર મુક્ત થયા છે.
આ પણ વાંચો : PUBG LOVE STORY : શું પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરને મળશે ભારતીય નાગરિકતા!, જાણો શું કહે છે કાયદો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.