Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સનાતન સંતો-મહંતોનું સ્વામિનારાયણ સંપ્રદાયને અલ્ટિમેટમ, 14 મુદ્દાના ઠરાવ પસાર..વાંચો, તમામ ઠરાવ

ઇનપુટ--કલ્પિન ત્રિવેદી, અમદાવાદ સાળંગપુર (Salangpur) હનમુાનજીની વિરાટ પ્રતિમાની નીચે લગાવાયેલા હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવવાનો ભલે નિર્ણય કરાયો હોય પણ સનાતન ધર્મના સંતો હજું પણ આકરા પાણીએ છે. આજે લીંબડી ખાતે યોજાયેલા ધર્મ સંમેલનમાં ઉપસ્થિત સંતો અને મહંતોએ મહત્વના નિર્ણય...
સનાતન સંતો મહંતોનું સ્વામિનારાયણ સંપ્રદાયને અલ્ટિમેટમ  14 મુદ્દાના ઠરાવ પસાર  વાંચો  તમામ ઠરાવ
ઇનપુટ--કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
સાળંગપુર (Salangpur) હનમુાનજીની વિરાટ પ્રતિમાની નીચે લગાવાયેલા હનુમાનજી મહારાજના વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવવાનો ભલે નિર્ણય કરાયો હોય પણ સનાતન ધર્મના સંતો હજું પણ આકરા પાણીએ છે. આજે લીંબડી ખાતે યોજાયેલા ધર્મ સંમેલનમાં ઉપસ્થિત સંતો અને મહંતોએ મહત્વના નિર્ણય કર્યો હતો જેમાં ગુજરાતના સંતો અને મહંતોની ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. ઉપરાંત સંમેલનમાં કેટલાક મહત્વના મુદ્દાના ઠરાવો પસાર કરાયા હતા. આવો જાણીએ આ ક્યા ઠરાવો છે.
ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવાનો નિર્ણય
લીંબડી ધર્મ સંમેલનમાં મહત્વની જાહેરાત કરાઇ હતી જેમાં  ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. આ સમિતિમાં સમગ્ર ગુજરાતના સંતો મહંતોની નિમણૂક કરવામાં આવશે અને  સનાતન ધર્મનાં નામે કરવામાં આવતાં  ગેરકાયદેસર કૃત્યો પર રોક લગાવવામાં  આવશે.
 આ સંમેલનમાં આ મુજબના ઠરાવો પસાર કરાયા હતા
  •  સહજાનંદ સ્વામી આગળ સર્વોપરી શબ્દ લગાડવો નહી, સર્વોપરી કઈ રીતે તેનો ખૂલાસો માંગવો
  • સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતમાં સનાતની હિન્દુ ધર્મ પ્રેમી પ્રજામાં શાંતિ ડહોળાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનદાદા અને સનાતનધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરી સનાતન-ધર્મના 125 કરોડ ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે.
  •  સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ભકતો સહજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ માનતા હોઈ સ્વામીનારાયણ મંદીરમાં  કોઈ પણ જગ્યાએ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન ન કરવું જોઈએ.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સનાત નધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ થયો છે તે તમામ ભાગ કાયમી ધોરણે દૂર કરવા.
  • સનાતન ધર્મના દેવી-દેવતાઓને જ્યાં જ્યાં નીચે દેખાડી સહજાનંદ સ્વામીને સર્વોપરી સિદ્ધ કરવાનો હીન પ્રયાસ થયો છે તેવા ચિત્રો કે મૂર્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાંથી દૂર કરવા
  • સનાતન ધર્મના નામે કોઈ પણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા ઉપર હોય તો તેઓને તે હોદ્દા ઉપરથી  રાજીનામાં લઈ જે તે હોદ્દા ઉપરથી બરખાસ્ત કરવા.
  • સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાચા છે એવું કહી સનાતન ધર્મની લીટી ભુંસી  પોતાની લીટી મોટી કરવાના પ્રયાસો ક્યારે ન કરવા.
  • સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામીનારાયણના સંતોએ કબ્જે કરેલી હોય તે જગ્યા ખાલી કરાવી શ્રીસરકારને  પરત કરવી અથવા સનાતન ધર્મની સંસ્થાને સોંપવી.
  • સનાતન હિન્દુ દેવી-દેવતાઓ ઉપર સ્વામીનારાયણ સંપ્રદાયનું તિલક લગાવવું નહીં.
  • સ્વામિનારાયણ મંદીર કે મ્યુઝીયમાં ચિત્ર પ્રદર્શની કે વિડીયો ફીલ્મમાં ક્યાંય હિન્દુ સનાતની દેવી-દેવતા  (શ્રીરામ, કૃષ્ણ,દેવીમાં,હનુમાનજી, શિવ પાર્વતીના ) ના અપમાનજનક ચિત્રો કે ફિલ્મ બનાવવી નહીં. 
  • સનાતન દેવી-દેવતાઓનું અપમાન ન થાય તેના માટે અને સનાતન ધર્મના ઉત્થાન માટે સંતો વતી  કાયદાકીય લડત માટે ડો. વસંત પટેલની નિમણૂંક કરવામાં આવે છે.
  • સનાતન સંપ્રદાયના સાધુ અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુને નીચા ગણતા નથી માટે અન્ય કોઈ સંપ્રદાય સનાતન 
  • સાધુને નીયા ગણવાનો પ્રયત્ન કરશે તો કાયદાકીય પગલા ભરાશે.
  • સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતીની રચના કરવી જેમાં સમગ્ર ગુજરાતમાંથી  સંતોની નિમણૂંક કરવી.જે સમિતીનો નિર્ણય જ કોઈ પણ બનાવમાં માન્ય ગણવો.
  • નાથ સંપ્રદાયને લઇ ને સ્વામિનારાયણ વડતાલના સંત નો જે બફાટ થયો તે વિષયમાં તુરંત પગલા ભરવા
ચૈતન્ય શંભુ મહારાજે શું કહ્યું
આ સંમેલનમાં  ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે છેલ્લા 11 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. હનુમાનજીની મૂર્તિ મૂકવા  આવી પછી તેમનું અપમાન કરવામાં આવ્યું..વારંવાર અપમાન અને મહાદેવનું અપમાન કરવામાં આવ્યું છે.ભગવાન હોય તો પેસાબ કરી અને બ્રહ્મા તણાઇ ગયા એવું બોલે એના બીજમાં કોઈ લોચો હોય તો જ આવું બોલે...તેમણે કહ્યું કે  કોઈની નમ્રતાને નબળાઈ માનવાની જરૂર નથી..હિન્દુ એક બને અને હિન્દુ એક થાય...જેટલું મોડું કરશો તેટલું પરિણામ મોડું આવશે... તેમણે કહ્યું કે એ સાહિત્ય હટાવું પડશે. જે તમારી વાહવાહી માટે બનાવ્યું છે.હાલ અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીને હટાવી દીધા...હાલ અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ બનાવ્યા છે.આગામી દિવસોમાં વિધિવત નિમણુક થઈ જશે....
લલિત કિશોર બાપુએ શું કહ્યું
સંમેલનમાં લલિત કિશોર બાપુએ કહ્યું કે આજે લીમડી ખાતે ગુજરાતના તમામ સંતો જેમને મળવા માટે સમય લેવો પડે છે તે બધા ભેગા થાય છે..તેમણે કહ્યું કે ભગવાનને બદનામ કરવા માટે ખોટા ગ્રંથ લખવામાં આવ્યા છે..બધા સંતોને વિનંતી છે. ખોટી વાણી વિલાસ ના હોય.બધા સંતો આવ્યા છે, બધાને વિનતી છે કે સાથે મળી ને લડીએ.દુનિયાના જગત ગુરુની  ટીપણી યોગ્ય નથી..સનાતન ધર્મ પર ટીપણી કરતા ને નહી ચલાવી લેવાય....
Advertisement
Tags :
Advertisement

.