Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યની 4 સરકારી સહિત 6 ખાનગી યુનિવર્સિટીઓને UGC એ ડિફોલ્ટર જાહેર કરી

Gujarat: ગુજરાતની 10 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશ દ્વારા દેશભરમાં ચાલતી યુનિવર્સિટી સામે પગલા લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)ની 10 યુનિવર્સિટી સહિત દેશની 157 યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરાઈ છે. યુજીસી...
10:19 AM Jun 22, 2024 IST | VIMAL PRAJAPATI
Actions of UGC in Universities of Gujarat

Gujarat: ગુજરાતની 10 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશ દ્વારા દેશભરમાં ચાલતી યુનિવર્સિટી સામે પગલા લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)ની 10 યુનિવર્સિટી સહિત દેશની 157 યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરાઈ છે. યુજીસી એટલે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કાર્યવાહી કરી છે. ગુજરાતની રાજ્યની 4 સરકારી, 6 ખાનગી યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. વિગતો એવી સામે આવી છે કે, આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ માટે કોઈ સુવિધા ના હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતની કઈ કઈ યુનિવર્સિટી ડિફોલ્ટ?
યુનિવર્સિટીશહેર
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીજામનગર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીરાજકોટ
એમ.એસ.યુનિવર્સિટીવડોદરા
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીગાંધીનગર
અનંત નેશનલ યુનિવર્સિટીઅમદાવાદ
ગાંધીનગર યુનિવર્સિટીકલોલ
ઈન્ડસ યુનિવર્સિટીઅમદાવાદ
કર્ણાવતી યુનિવર્સિટીગાંધીનગર
સાર્વજનિક યુનિવર્સિટીસુરત
કેએન યુનિવર્સિટીઅમદાવાદ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીને પણ ડિફોલ્ટર જાહેર થઈ

તમને જણાવી દઈએ કે, આ યુનિવર્સિટીઓને એવી યુનિવર્સિટીઓમાં સમાવેશ કરવામાં આવી છે કે, જ્યા વિદ્યાર્થીઓની પરેશાનીઓ બાબતે તપાસ કરવા માટે એમ્બડપર્સન કે લોકપાલની નિમણૂક કરવામાં નથી. સામાન્ય રીતે યૂજીસીને નિયમ છે કે, દરેત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે એક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મળતી સુચના પ્રમાણે લોકપાલની નિમણૂક કરવાની હોય છે. પરંતુ આ યુનિવર્સિટીઓએ તે નિયમોનું પાલન કર્યુ નથી. જેથી યૂજીસી દ્વારા તેને યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારવા સુવિધા હોવી ખુબ જ આવશ્યક

આ મામલે કાર્યાવાહીની વાત કરવામાં આવે તો, જે યુનિવર્સિટીઓમાં લોકપાલ નિયુક્ત ન થાય તો તેને મળતી સરકારી ગ્રાન્ટ અટકી શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારવા સુવિધા હોવી ખુબ જ આવશ્યક છે. પરંતુ હજી કેટલીક યુનિવર્સિટીઓ છે જે, આવા નિયમનો ગંભીરતાથી નથી લેતી, જેથી અત્યારે આવી યાદીમાં આવતી MSU. આયુર્વેદ યુનિવર્સિટી અને સોરાષ્ટ્ર યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવી છે. કારણ કે, વિદ્યાર્થીઓના પ્રશ્નોની તાત્કાલિક અને ઝડપી નિરાકરણ લાવવા માટે જે તે યુનિવર્સિટીએ લોકપાલની નિમણૂક કરવાની હોય છે. આ નિમણૂક માટે પણ સારી એવી લાયકાત હોવી પણ અનિવાર્ય હોય છે.

આ પણ વાંચો: Gandhinagar: વાહન ચાલકે વાંદરાને લીધો હડફેટે; ટળવળતું રહ્યું વાનર બાળ

આ પણ વાંચો: Bharuch: 9 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, મેડિકલ રિપોર્ટમાં ભાંડો ફુટતા બંનેની ધરપક

આ પણ વાંચો: Rajkot: આને કહેવાય વિકાસ? નેતાજીએ કર્યું ખખડધજ બસનું ઉદ્ઘાટન, વીડિયો થયો વાયરલ

Tags :
Actions of UGCActions of UGC in UniversitiesActions of UGC in Universities of GujaratGujarati Newslatest newsugcUGC NewsUniversity Grants CommissionUniversity Grants Commission ActionUniversity Grants Commission NewsVimal Prajapati
Next Article