Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uddhav Thackeray એ ધારાવીને લઈને કરી મોટી જાહેરાત, કહ્યું- 'મુંબઈમાં અદાણી નગર બનવા નહીં દેવાય'

મહારાષ્ટ્ર (Maharashtra)માં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે, શનિવારે એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મોટી જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે, જો આ...
uddhav thackeray એ ધારાવીને લઈને કરી મોટી જાહેરાત  કહ્યું   મુંબઈમાં અદાણી નગર બનવા નહીં દેવાય

મહારાષ્ટ્ર (Maharashtra)માં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે, શનિવારે એક કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ મોટી જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે, જો આ વિધાનસભા ચૂંટણીમાં તેમની સરકાર બનશે તો સૌથી પહેલા તેઓ ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ટેન્ડર રદ કરશે અને મુંબઈને અદાણીનગર નહીં બનવા દે. લોકસભા ચૂંટણી સારા પ્રદર્શન બાદ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની પાર્ટી હવે રાજ્યની 115 થી 125 બેઠકો પર ચૂંટણી લાફ્વાની તૈયારી કરી રહી છે. અગાઉ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, તે મહારાષ્ટ્ર (Maharashtra)માં 150 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 288 છે. શિવસેના (UBT) અને મહાવિકાસ અધાડી (MVA) ગઠબંધન આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સાથે મળીને લડવાની તૈયારી કરી રહ્યા છે.

Advertisement

500 ચોરસ ફૂટનું મકાન આપવાની માંગ...

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શનિવારે કહ્યું હતું કે, જો તેમનો પક્ષ મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તામાં આવશે તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને આપવામાં આવેલા ધારાવી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટેના ટેન્ડરને રદ કરવામાં આવશે. ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેમની પાર્ટી ધારાવીના રહેવાસીઓ અને તેમના વ્યવસાયોને ઉથલાવી ન જાય તેની ખાતરી કરશે. તેમણે આગળ કહ્યું કે, ત્યાં રહેતા લોકોને આ વિસ્તારમાં જ 500 ચોરસ ફૂટના મકાનો આપવા જોઈએ. પૂર્વ CM એ કહ્યું, 'સત્તામાં આવ્યા બાદ અમે ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ટેન્ડર રદ કરીશું. સરકારે સમજાવવું જોઈએ કે હવે તેને કેમ રદ ન કરવું જોઈએ. અમે મુંબઈને અદાણીનગર નહીં બનવા દઈએ.

Advertisement

ઓક્ટોમ્બરમાં ચૂંટણી થઇ શકે છે...

ઠાકરેએ દાવો કર્યો હતો કે, ધારાવીના પુનઃવિકાસના પ્રોજેક્ટમાં, વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં, અદાણી જૂથને વધારાની છૂટ આપવામાં આવી છે જે કરારમાં ઉલ્લેખિત નથી. તેમણે કહ્યું, 'અમે વધારાની છૂટ નહીં આપીએ. ધારાવીના રહેવાસીઓ માટે શું સારું છે તે અમે જોઈશું અને જો જરૂર પડશે તો અમે નવું ટેન્ડર બહાર પાડીશું. શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અધાડીનો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં આ વર્ષે ઓક્ટોમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

Advertisement

ઉદ્ધવ ઠાકરેએ શિંદે સરકાર પર નિશાન સાધ્યું...

રાજ્ય સરકાર પર નિશાન સાધતા, ઉદ્ધવ ઠાકરે એ પૂછ્યું કે શું તે પણ 'મુખ્યમંત્રી લાડલી બહેન યોજના'ની તર્જ પર 'લાડલા ભાઈ' યોજના શરૂ કરવાની યોજના બનાવી છે. 'મુખ્યમંત્રીલાડલી બહેન યોજના' હેઠળ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા આપવાની જોગવાઈ છે. શિવસેના (UBT) અને કોંગ્રેસે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને 2024ની લોકસભા ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા મતવિસ્તારમાંથી શિવસેના (UBT)ના ઉમેદવાર અનિલ દેસાઈએ ધારાવી વિધાનસભા ક્ષેત્રમાં શિવસેનાના રાહુલ શેવાળે સામે 36,857 મતોની લીડ મેળવી હતી. તેમણે શેવાલેને 53,384 મતોના માર્જિનથી હરાવ્યા.

આ પણ વાંચો : PM મોદીએ ક્રિસ્ટોફર લક્સનને ન્યુઝીલેન્ડના ફરીથી વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા...

આ પણ વાંચો : NEET UG : સીકરમાં 8 અને રાજકોટમાં 12 વિદ્યાર્થીઓએ 700+ માર્ક્સ મેળવ્યા...

આ પણ વાંચો : Pilibhit Accident : કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ રોડ અકસ્માતમાં ઘાયલ, માથામાં થઇ ઈજા...

Tags :
Advertisement

.