Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુણે રોડ અકસ્માતમાં ટ્વીસ્ટ, આરોપીનો દાવો - ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો પોર્શ કાર

Pune Road Accident Case : થોડા દિવસો પહેલા પુણેમાં પોર્શ કાર (Porsche car) થી અકસ્માત (Accident) થયો હતો જેમા 2 લોકોના મોત (Died) થયા હતા. આ અકસ્માતના કેસ (Accident Case) માં હવે એક ટ્વીસ્ટ સામે આવ્યો છે. અકસ્માત (Accident) માં...
પુણે રોડ અકસ્માતમાં ટ્વીસ્ટ  આરોપીનો દાવો   ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો પોર્શ કાર

Pune Road Accident Case : થોડા દિવસો પહેલા પુણેમાં પોર્શ કાર (Porsche car) થી અકસ્માત (Accident) થયો હતો જેમા 2 લોકોના મોત (Died) થયા હતા. આ અકસ્માતના કેસ (Accident Case) માં હવે એક ટ્વીસ્ટ સામે આવ્યો છે. અકસ્માત (Accident) માં સામેલ 17 વર્ષના છોકરાએ હવે એવો દાવો કર્યો છે કે અકસ્માત સમયે તેનો ફેમિલી ડ્રાઈવર (Family Driver) ડ્રાઈવ કરી રહ્યો હતો. અકસ્માત સમયે તેની સાથે રહેલા સગીરના બે મિત્રોએ તેના દાવાને સમર્થન આપ્યું છે. જણાવી દઈએ કે સગીર આરોપી રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલ (real estate developer Vishal Agarwal) નો પુત્ર છે. એક દિવસ પહેલા, પુણેની કોર્ટે (Pune's Court) તેને આપવામાં આવેલા જામીન રદ કર્યા હતા અને તેને જુવેનાઇલ સેન્ટર (juvenile centre) માં મોકલવાનો આદેશ આપ્યો હતો.

Advertisement

લો બોલો! અકસ્માત કરનારો ફેમિલી ડ્રાઈવર 

પુણે અકસ્માતમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે. આ કેસમાં નવું અપડેટ એ છે કે ફેમિલી ડ્રાઈવર, જે કાર ચલાવતો હોવાનું કહેવાય છે, તેની ગુરુવારે પોલીસ દ્વારા ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. પરિવારના ડ્રાઈવરે પોતાના પહેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે અકસ્માત સમયે તે પોર્શ ચલાવી રહ્યો હતો. વિશાલ અગ્રવાલે એવો પણ દાવો કર્યો છે કે તેમના દ્વારા નિયુક્ત ડ્રાઈવર પોર્શ ચલાવતો હતો. વિશાલ અગ્રવાલનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે અને ઘટના સાથે જોડાયેલી માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વળી આ અંગે પોલીસનું કહેવું છે કે, સગીર આરોપી દારૂના નશામાં 2.5 કરોડ રૂપિયાની સુપરકાર ચલાવતો હતો. એક દિવસ પહેલા પુણેની કોર્ટે આરોપીના જામીન રદ્દ કર્યા હતા અને તેને 5 જૂન સુધી કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે જુવેનાઇલ બોર્ડે આરોપીને 300 શબ્દોનો નિબંધ લખીને અને 7500 રૂપિયાના બે બોન્ડ ચૂકવીને જામીન મેળવવાનો આદેશ આપ્યો. જોકે, વંચિત બહુજન આઘાડી પાર્ટીના ચીફ પ્રકાશ આંબેડકરે આ મામલે સવાલો ઉઠાવ્યા હતા.

Advertisement

આરોપીના દાદાની પણ પોલીસે કરી પૂછપરછ

પુણે ક્રાઈમ બ્રાન્ચે આરોપી સગીરના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પણ પૂછપરછ કરી હતી. પોલીસે સુરેન્દ્ર અગ્રવાલની પૂછપરછ કરીને તેના પુત્ર અને પૌત્ર વિશે માહિતી મેળવી હતી. જણાવી દઈએ કે હાલમાં છોકરા પર નશામાં ગાડી ચલાવવાનો આરોપ છે, જેના માટે તેને 6 મહિનાની જેલ અને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જ્યારે કિશોર પર પુખ્ત તરીકે કેસ ચલાવવામાં આવે છે, તો તેના પર દોષિત હત્યાનો આરોપ મૂકવામાં આવશે. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં સગીરનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત પાટીલે કહ્યું છે કે, કોઈને પુખ્ત માનવા જોઈએ કે નહીં તે નક્કી કરવામાં 2 મહિના લાગી શકે છે. જેમાં મનોચિકિત્સક અને કાઉન્સેલર સહિત અનેક અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Pune Road Accident : પુણેના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી સગીરના પિતાની પોલીસે કરી ધરપકડ

Advertisement

આ પણ વાંચો - Pune Car Accident Case : સગીર આરોપીના પરિવારનો ‘અંડરવર્લ્ડ કનેક્શન’, છોટા રાજનને આપી હતી…

Tags :
Advertisement

.