Somnath મંદિરના ટ્રસ્ટ અને PM પદનો અનોખો સંયોગ
Somnath : સોમનાથ (Somnath ) મંદિરના ટ્રસ્ટ અને PM પદનો અનોખો સંયોગ છે. આ સંયોગ આજકાલનો નહીં પણ વર્ષોનો છે. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા જેમણે સોમનાથ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચુક્યા છે તો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે જ્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પૂર્વ ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
અનોખો સંયોગ
નરેન્દ્ર મોદી દેશમાં NDA સરકારમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચેરમેન વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન સહીત પદ પર આરુઢ થાય છે તેનો સુયોગ આજકાલથી નહીં પણ વર્ષોથી બન્યો છે.
લાલકૃષ્ણ અડવાણી અને મોરારજી દેસાઇ પણ ટ્રસ્ટી હતા
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો સરદારે સોમનાથ મંદિરનું નિર્માણ પૂરું કરાવ્યું હતું એ પછી સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન એવા મોરારજીભાઈ દેસાઈ દેશના વડાપ્રધાન તરીકે પણ રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા લાલકૃષ્ણ અડવાણી નાયબ વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે.
નરેન્દ્ર મોદી પણ ચેરમેન તરીકે છે
વાત કરીએ નરેન્દ્રભાઈ મોદીની તો તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને હવે ચેરમેનપદે છે. વર્ષ 2014/2019અને હવે 2024માં દેશના વડાપ્રધાન તરીકે આરુઢ થઇ રહ્યા છે જયારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા અમિતભાઈ શાહ પણ ગૃહમંત્રી તરીકે છે. આમ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી દેશ અને રાજ્યના સર્વોચ્ચ પદે બિરાજે છે એ એક પરંપરા બની છે.
આ મહાનુભાવો પણ ટ્રસ્ટી રહ્યા હતા
ભૂતકાળની વાત કરી એ સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક. મા. મુનશી, ચિતરંજન રાજા, પ્રસન્નવદન મહેતા, જયસુખલાલ હાથી, કેશુભાઈ પટેલ પહેલા સાંસદ કે ધારાસભ્ય બની મુખ્યમંત્રી રાજ્યપાલ મંત્રી સહીત બની ચૂક્યા છે. આમ દિલ્હી કે ગાંધીનગર ની ગાદીને સોમનાથમંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઅને ચેરમેન ને ઉચ્ચપદની પરંપરાગત લેણાંદેવી છે..
અહેવાલ----ધર્મેશ વૈદ્ય.. અમદાવાદ
આ પણ વાંચો---- NDA : આજે નીતિશ અને ચન્દ્રાબાબુએ શું કહ્યું પીએમ મોદીને..?