ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Jail : રાખડી બાંધીને સાગઠિયાના બહેને આપી ચિઠ્ઠી...!

રાજકોટ-જેલમાં પણ હરકતોથી બાજ નથી આવતો સાગઠિયા રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપી. જો કે પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી. આજે જેલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ રહી છે. જો કે ચિઠ્ઠિમાં શું લખ્યું હતું...
11:58 AM Aug 19, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
Mansukh Sagathia

Jail : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલ (Jail)માં છે. આજે જ્યારે રક્ષા બંધનના તહેવારની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઇ હતી. જેલમાં રહેલા આરોપીઓની તેમની બહેનોએ રાખડી બાંધી હતી. રાજકોટ જેલમાં રહેલા મનસુખ સાગઠીયાને પણ તેમની બહેનોએ રાખડી બાંધી હતી પણ તે વખતે તેમની બહેને સાગઠીયાને એક ચિઠ્ઠી આપી હતી. જો કે ચકોર પોલીસ અધિકારી જોઇ જતાં તેમણે ચિઠ્ઠી લઇ લીધી હતી અને તેમની બહેનને પરત આપી દીધી હતી.

મનસુખ સાગઠિયા ને તેની બહેને રાખડી બાંધી

રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠિયા ને તેની બહેને રાખડી બાંધી હતી. પૂર્વ TPO મનસુખ સાગઠિયા જલ્દીથી જેલમાંથી છૂટે તે માટે બહેને પ્રાર્થના કરી હતી. મધ્યસ્થ જેલમાં કેદીઓને બાંધી તેમની બહેનોએ રાખડી બાંધી હતી. ઉલ્લેખનિય છે કે TRP અગ્નિકાંડની ઘટનામાં મનસુખ સાગઠિયા હાલ જેલવાસ ભોગવી રહ્યો છે.

આ પણ વાંચો---Rajkot Gamezone fire : લોકો પાસેથી રૂ. પડાવનાર ભ્રષ્ટ સાગઠિયા પાસેથી જેલમાં માથાભારે શખ્સે લાખો પડાવ્યાં!

ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપતા ચકચાર મચી

દરમિયાન રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપતા ચકચાર મચી ગઇ છે. તેમની બહેન સાગઠીયાને રાખડી બાંધવા જેલમાં આવી હતી. તે સમયે રાખડી બાંધતી વખતે તેમની બહેને સાગઠીયાના હાથમાં એક ચિઠ્ઠીની ચબરખી મુકી દીધી હતી. જો કે ત્યાં હાજર રહેલા જેલના ચકોર પોલીસ અધિકારીની નજર પડી ગઇ હતી.

પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી

પોલીસની નજર પડી જતા આ ચિઠ્ઠી પરત આપવામાં આવી હતી. પોલીસે ચિઠ્ઠી તેમની બહેનને પરત આપી દીધી હતી.

ચિઠ્ઠીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા

બીજી તરફ સવાલ થઇ રહ્યો છે કે ચિઠ્ઠિમાં શું લખ્યું હતું. ચિઠ્ઠીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો આવી ગયો છે. જો પોલીસે આ ચિઠ્ઠી લઇ લીધી હોત તો જાણ થઇ શકી હોત કે આ ચિઠ્ઠીમાં શું લખેલું હતું.

આ પણ વાંચો---Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાએ HC નાં સ્ટે છતાં મંજૂર કર્યા પ્લાન! ખુલ્યો વધુ એક કાંડ!

Tags :
Mansukh Sagathiarajkot gamezone fireRAJKOT JAILRakshabandhanRakshabandhan celebration