Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Train Cancelled: ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ ...

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર જેવી સ્થિતિ વરસાદના કારણે 21 ટ્રેનો થઈ રદ્દ કેસામુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચેના રેલવે ટ્રેકને નુકસાન 30 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા Train Cancelled: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદ(Andhra Pradesh,)ને કારણે આ દિવસોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ...
train cancelled  ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર  જાણો કઈ ટ્રેન રદ્દ કરાઈ
  • તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર જેવી સ્થિતિ
  • વરસાદના કારણે 21 ટ્રેનો થઈ રદ્દ
  • કેસામુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચેના રેલવે ટ્રેકને નુકસાન
  • 30 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા

Train Cancelled: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદ(Andhra Pradesh,)ને કારણે આ દિવસોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ટ્રેનોના સંચાલન પર પણ અસર પડી છે. ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે 21 ટ્રેનો રદ(Train Cancelled) કરવી પડી હતી અને 30 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે તેલંગાણાના કેસામુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચેના રેલવે ટ્રેકને નુકસાન થયું છે.

Advertisement

જાણે કઈ ટ્રેનો રદ્દ કરાઇ

દક્ષિણ મધ્ય રેલ્વે(indian railway)એ 20 થી વધુ ટ્રેનો રદ કરી છે અને 30 થી વધુના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલ્વેએ લોકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. હેલ્પલાઇન નંબરો છે, હૈદરાબાદ-27781500, વારંગલ-2782751, કાઝીપેટ-27782660 અને ખમ્માન-2782885. રાજ્યોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે વાત કરી અને ભારે વરસાદ અને પૂરને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોની સ્થિતિ વિશે માહિતી લીધી.

Advertisement

આ  ટ્રેનોને ડાયવર્ટ કરાઇ

સાઉથ સેન્ટ્રલ રેલવે (એસસીઆર) એ રવિવારે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રદ કરાયેલી 21 ટ્રેનોમાં 12669 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી છપરા, 12670 છપરા-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, 12615 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-નવી દિલ્હી, 12616 નવી દિલ્હી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ છે.

Advertisement

12763 તિરુપતિ-સિકંદરાબાદ, 22352 SMVT બેંગલુરુ-પાટલીપુત્રા, 22674 મન્નારગુડી-ભગત કી કોઠી, 20805 વિશાખાપટ્ટનમ-નવી દિલ્હી અને અન્ય છ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ મધ્ય રેલવેએ બે ટ્રેનો SMVB બેંગલુરુ-દાનાપુર અને દાનાપુર-SMVB બેંગલુરુને પણ ડાયવર્ટ કરી છે. આ ટ્રેનોના મુસાફરોને રોડ માર્ગે કાઝીપેટ જંકશન લઈ જવામાં આવ્યા હતા. તેલંગાણાના પરિવહન અને પછાત વર્ગ (BC) કલ્યાણ પ્રધાન પૂનમ પ્રભાકરે પણ રવિવારે હનુમાકોંડાના કાઝીપેટ જંક્શન ખાતે ફસાયેલા મુસાફરો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ વિશે પૂછપરછ કરી, એક રિલીઝમાં જણાવાયું છે. મંત્રીએ મુસાફરોને ખાતરી આપી હતી કે રેલવે ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવશે અને પૂરના પાણી ઓછુ થતાં જ ટ્રેન સેવાઓ ફરી શરૂ થશે.

Tags :
Advertisement

.