Halavadની કંકાવટી નદીમાં ટ્રેક્ટર તણાયું, 10થી વધુ લાપતા...
- હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક પસાર થતી કંકાવટી નદીમાં પૂર
- ૧૭ થી ૨૦ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું
- તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કરાયુ
- 10 લોકોને બચાવી લેવાયા
- 10 થી વધુ હજું પણ ગુમ
Halavad : રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે હળવદ (Halavad) માં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. હળવદના અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા જેમાં હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક પસાર થતી કંકાવટી નદીમાં ૧૭ થી ૨૦ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. બનાવની જાણ થતાં પ્રશાસને તત્કાળ બચાવ કાર્ય શરુ કર્યું હતું જેમાં 10 લોકોને બચાવી લેવાયા છે.
૧૭ થી ૨૦ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું
હળવદમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે. નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ભારે વરસાદથી રસ્તાઓ પર પાણીની નદીઓ વહી રહી છે. હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક પસાર થતી કંકાવટી નદી પણ બે કાંઠે થઈ હતી.જે નદી ના કોઝવે પરથી પસાર થતા સમયે ૧૭ થી ૨૦ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું જે બનાવની જાણ થતાં હળવદ તેમજ મોરબી ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી અને દસ જેટલા લોકોને બચાવી લેવાયા હતા.
તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ
આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર,મોરબી જિલ્લા પોલીસ વડા તેમજ હળવદના ધારાસભ્ય સહિત,આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો--- Gujarat: રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, 66 જળાશયોને હાઈએલર્ટ પર; ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ
SDRF અને NDRF ટીમ ને બોલાવવામાં આવી
વરસાદ સતત ચાલુ હોય અને રાત્રિનો સમય હોય તેમજ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી રેસક્યુ કામગીરી કરવામાં અડચણ આવતી હોવાથી SDRF અને NDRF ટીમ ને બોલાવવામાં આવી હતી અને હજુ પણ જેટલા ગુમ લોકો છે તે લોકોને શોધવા રેસક્યું કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં ટ્રેકટર ચાલકને પાણીના પ્રવાહમાંથી ટ્રેકટર ન કાઢવા અન્ય ગ્રામજનો એ કહ્યું હતું છતાં પણ ટ્રેકટર ચાલક એ કોઈની વાત સાંભળી ન હતી અને ટ્રેકટરને પાણીના પ્રવાહમાંથી પસાર કરવા કોશિશ કરી હતી જેને કારણે આ ઘટના સર્જાઈ હતી.તેવુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
15 થી વધુ ટીમો દ્વારા રેસ્ક્યું ઓપરેશન
હાલ વહીવટી તંત્રની પાંચ ટીમો પોલીસ તંત્ર ની પાંચ ટીમો અને NDRF,SDRF તેમજ ફાયરની ટીમો મળી કુલ 15 થી વધુ ટીમો દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી ગુમ થયેલા લોકોને બચાવવા તેમજ શોધખોળ હાથ ધરી છે.
બચાવ કાર્ય દરમ્યાન મળી આવેલ વ્યક્તિઓ
1.પાંચાભાઈ ટ્રેકટર ડ્રાઈવર
2.મનોજભાઈ
3.ચમનભાઈ ભીખાભાઈ
4.લાલાભાઈ અમરશીભાઈ
5.લાલો કોળી
6.. ભુદરભાઈ નો જમાઈ
7.ગણપતભાઇ નો દીકરો 1
8.ગણપતભાઇ મો દીકરો 2
9.ડાયાભાઇ નો જમાઈ
10.સુરાભાઈ ના પત્ની
હજુ શોધખોળ યથાવત છે જેમાં બાકી રહેલ વ્યક્તિઓ....
1.આશિષ સુરેશ ભાઈ બારોટ
2.અશ્વિન રાઠોડ
3.વિજય સુરેશભાઈ
4.જીનલ બારોટ
5.ગીતાબેન સુરેશભાઇ
6. રાંજુ બેન ગણપતભાઇ
7. પ્રવીણભાઈ હીરાભાઈ ના પત્ની
8. પ્રવીણભાઈ નો દીકરો
9. પ્રવીણભાઈ ની દીકરી
10. અંદાજિત 2 થી 3 આદિવાસી માણસો
આ પણ વાંચો----VADODARA : ભારેથી અતિભારે વરસાદની આગાહી, જળાશયો છલકાયા