Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય જનતા પાર્ટી થકી આજે લોકસભાની ચૂંટણીનો શંખનાદ..

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી થકી હવે આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામા આવ્યો છે. ભાજપ દ્વારા આજે એકસાથે 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવશે. અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ભાજપ લોકસભાની ચૂંટણીના કાર્યમાં લાગી...
ભારતીય જનતા પાર્ટી થકી આજે લોકસભાની ચૂંટણીનો શંખનાદ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી થકી હવે આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામા આવ્યો છે. ભાજપ દ્વારા આજે એકસાથે 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવશે.

Advertisement

અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ભાજપ લોકસભાની ચૂંટણીના કાર્યમાં લાગી છે. ગુજરાતમાં લોકસભામાં બધી જ 26 સીટ જીતવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાના હસ્તે ગાંધીનગર લોકસભા સીટ ના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉદ્ઘાટન

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉદ્ઘાટન

Advertisement

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હાલ અમદાવાદ ખાતે છે તેઓ આજે અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે.

આ મારુ સૌભાગ્ય છે કે ગાંધીનગરના લોકસભા ચુંટણી કાર્યાલયના શ્રીગણેશ કરવાની તક મળી - જે પી નડ્ડા

Advertisement

ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ અહી સંબોધન કરતાં કહ્યું હતું કે, આ મારુ સૌભાગ્ય છે કે ગાંધીનગરના લોકસભા ચુંટણી કાર્યાલયના શ્રીગણેશ કરવાની તક મળી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકસભામાં યશસ્વી બનીશું અને અગાઉનો રેકોર્ડ કરતા અનેક બેઠકો સાથે જીતીશું. તેમણે જીતનો વિશ્વાસ પ્રકટ કરતાં વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ૨૬ માંથી ૨૬ સીટ જીતવાનો ટ્રેક રકોર્ડ રહ્યો છે અને વિશ્વાસ છે કે, આ વખતે જનતા મોદીને આશીર્વાદ આપશે અને ભાજપ ફરી ૨૬ માંથી ૨૬ બેઠકો મળશે.

તેમણે ત્યાર બાદ સૌ કાર્યકરોને શુભેચ્છા પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, હું વિશ્વાસ આપવું છું કે કાર્યકર્તાના કામથી યશ મળશે.

આ વખતે લોકસભામા ૫ લાખની લીડથી આપણે જીતવાનુ છે - સી આર પાટીલ 

ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ સંબોધન કર્યું હતું. તેમણે તેમના જય જય શ્રીરામના નારાથી પોતાની વાતની શુરૂઆત કરી હતી.  ગુજરાત વિશીષ્ટ કામ કરવા માટે ઓળખાતુ આવ્યુ છે, લોકસભાની ચૂંટણીમાં ૨૬ માથી ૨૬ સીટ ગુજરાત બે વાર જીત્યુ છે આ વખતે મોદી સાહેબના નેતૃત્યમા હેટ્રીક કરવા ગુજરાત જઈ રહ્યુ છે. જે પણ અઘરા ટાર્ગેટ નક્કિ થાય છે તે ભાજપના સક્ષમ કાર્યકરતા પુરા કરવા સમર્થ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વખતે લોકસભામા ૫ લાખની લીડથી આપણે જીતવાનુ છે અને ફક્ત નારાના આધારે ચુંટણી નથી જીતાતી. પ્રધાનમંત્રી મોદીના કરેલા કામો લોકો સુધિ પહોચાડવાની જવાબદારી આપણી છે.

Tags :
Advertisement

.