Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

3 વાર PM અને 4 વાર CM, સંઘર્ષથી ભરેલું PM MODI નું જીવન..

આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન PM નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થયા અનેક સંઘર્ષો છતાં ઉત્સાહથી ભરેલા પીએમ મોદી 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી દેશના ત્રણ વાર બન્યા વડાપ્રધાન Pm Modi Birthday : આજે સમગ્ર વિશ્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
07:52 AM Sep 17, 2024 IST | Vipul Pandya
pm modi

Pm Modi Birthday : આજે સમગ્ર વિશ્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી વાકેફ છે. આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિન (Pm Modi Birthday ) છે . PM નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થયા છે. બાળપણથી જ તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. તેમ છતાં, તેમણે ક્યારેય હાર ન માની ન હતી અને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું હતું. તેઓ સતત ઉત્સાહથી ભરેલા હોય છે. શરૂઆતના દિવસોમાં તેઓ એક સામાન્ય સંઘ કાર્યકર તરીકે કામ કરતા હતા. આ પછી, જ્યારથી તેઓ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી લઈને આજ સુધી પીએમ મોદીએ પોતાના રાજકીય જીવનમાં પાછું વળીને જોયું નથી. પીએમ મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. .

આરએસએસ સાથે જૂનો સંબંધ

પીએમ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઘણો જૂનો સંબંધ છે. વર્ષ 1958માં પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાત પ્રાંતના પ્રચારક લક્ષ્મણ રાવ ઇનામદાર દ્વારા બાળ સ્વયંસેવકના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારથી, પીએમ મોદી સંઘના કાર્યમાં જોડાયેલા છે અને સંઘના સક્રિય સભ્ય બન્યા છે. કહેવાય છે કે આ એ સમય હતો જ્યારે પીએમ મોદીને સ્કૂટર ચલાવતા પણ આવડતું ન હતું. આ જ કારણ હતું કે તેઓ બીજેપી નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે સ્કૂટર પર ફરતા હતા.

આ પણ વાંચો----PM Modi ના જન્મદિવસ પર આ શહેરમાં ખરીદી પર 10 થી 100 % સુધીનું ભારે ડિસ્કાઉન્ટ! રિક્ષામાં પણ ફ્રી સવારી

ભાજપમાં પ્રવેશ અને રાજકારણની શરૂઆત

વર્ષ 1985માં પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. પીએમ મોદી પાર્ટીના સક્રિય કાર્યકર બની ગયા અને ટૂંક સમયમાં જ તેમને ભાજપમાં ઘણી મોટી જવાબદારીઓ મળવા લાગી. વર્ષ 1988-89માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 1995માં પીએ મોદીને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

ત્યારબાદ ગુજરાતમાં 2001માં ભયાનક ભૂકંપ આવ્યો અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં તબાહી મચી ગઇ હતી. ત્યારબાદ
તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી નરેન્દ્ર મોદીને ગુજરાતની કમાન સંભાળવા દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા. આ રીતે તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ પછી તેમણે એક પછી એક સારા કામ કર્યા. પરિણામ એ આવ્યું કે ગુજરાતની જનતાએ તેમને 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા હતા.

આ પણ વાંચો---PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

લોકસભાની ચૂંટણી અને મોદી વડાપ્રધાન બન્યા

હવે વર્ષ 2014 આવી ગયું હતું. જનતા યુપીએ સરકાર સામે વિકલ્પ શોધી રહી હતી. આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. આવી સ્થિતિમાં એનડીએ તરફથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં એનડીએ પ્રચંડ બહુમતી સાથે જીત્યું અને નરેન્દ્ર મોદી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા. આ પછી વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એનડીએએ ફરી એક વાર જંગી જીત હાંસલ કરી હતી, ત્યારબાદ પીએમ મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સરકારની રચના થઈ હતી. 2024માં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા.

પીએમ મોદી પહેલા એવા બિન-કોંગ્રેસી નેતા છે જે ત્રીજી વખત પીએમ બન્યા

તેમની રાજકીય સફરની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ ત્યારે આવી જ્યારે તેમણે 2024માં ત્રીજી વખત પીએમ પદ સંભાળ્યું. તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ણાયક જનાદેશ હાંસલ કર્યો હતો. પીએમ મોદી પહેલા એવા બિન-કોંગ્રેસી નેતા છે જે નેહરુ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. રસપ્રદ વાત એ છે કે, 1962 પછી પહેલીવાર કોઈ સરકાર તેની બે ટર્મ પૂરી કરીને ત્રીજી વખત સત્તામાં પરત આવી છે.

આ પણ વાંચો---Ahmedabad : છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી... : PM મોદી

Tags :
BJPChief Minister of GujaratGujaratPM Modi Birthdaypm narendra modiPrime Minister Narendra Modiprime minister of india
Next Article