Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગરમાં ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી, કેટલાક લોકો દટાયાની આશંકા

જામનગર શહેરની સાધનાકોલોની વિસ્તારમાં એક ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 10 લોકો દબાયા હોવાની શક્યતા છે....
જામનગરમાં ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી  કેટલાક લોકો દટાયાની આશંકા

જામનગર શહેરની સાધનાકોલોની વિસ્તારમાં એક ત્રણ માળની રહેણાંક ઈમારત ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી પ્રમાણે અંદાજે 10 લોકો દબાયા હોવાની શક્યતા છે. હાલમાં બેથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકશાની અંગેનો ખ્યાલ આવશે.

Advertisement

તમને જણાવી દઈએ કે, જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે.

Advertisement

આ પણ વાંચો : Amul એ પોલટ્રી ફાર્મ બિઝનેસ શરૂ કર્યો, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં થશે પોલ્ટ્રી ફુડનું વેચાણ

Tags :
Advertisement

.