Supreme Court : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો નક્કી કરવા નવી બેન્ચની રચના
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો
- યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના
- કોર્ટે આ નિર્ણય 4-3ની બહુમતીથી આપ્યો
Supreme Court Judgment : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો (Supreme Court Judgment) સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધીશોની નવી બેન્ચની રચના કરવામાં આવી છે. કોર્ટે આ નિર્ણય 4-3ની બહુમતીથી આપ્યો છે.
CJI અને જસ્ટિસ પારડીવાલા આ મામલે એકમત
CJI સહિત ચાર ન્યાયાધીશોએ આ મામલે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે જ્યારે ત્રણ ન્યાયાધીશોએ અસંમત નોંધ આપી છે. CJI અને જસ્ટિસ પારડીવાલા આ મામલે એકમત છે. સાથે જ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો નિર્ણય અલગ છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પોતાનો છેલ્લો ચૂકાદો આપ્યો
આ કેસની સુનાવણી કરી રહેલી સાત સભ્યોની બંધારણીય બેંચના નેતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. મતલબ કે ટેકનિકલી આજે એટલે કે શુક્રવાર તેમનો છેલ્લો કામકાજનો દિવસ છે.
શું છે ઈતિહાસ અને શું છે વિવાદ?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના 1875માં સર સૈયદ અહમદ ખાન દ્વારા મુસ્લિમોના શૈક્ષણિક ઉત્થાન માટે કેન્દ્રની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે 'અલીગઢ મુસ્લિમ કોલેજ' તરીકે કરવામાં આવી હતી. બાદમાં, 1920 માં, તેને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો અને તેનું નામ 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી' રાખવામાં આવ્યું.
આ પણ વાંચો----CJI ચંદ્રચુડ આજે આપશે તેમનો છેલ્લો ઐતિહાસિક ફેંસલો...
સુપ્રીમ કોર્ટે 1967માં કહ્યું હતું કે AMU કેન્દ્રીય યુનિવર્સિટી છે
1951 અને 1965માં AMU એક્ટ 1920માં કરાયેલા સુધારાને કાનૂની પડકારોએ આ વિવાદને જન્મ આપ્યો. સુપ્રીમ કોર્ટે 1967માં કહ્યું હતું કે AMU કેન્દ્રીય યુનિવર્સિટી છે. તેથી તેને લઘુમતી સંસ્થા ગણી શકાય નહીં. કોર્ટના નિર્ણયનો મહત્વનો મુદ્દો એ હતો કે તેની સ્થાપના કેન્દ્રીય અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી જેથી તેની ડિગ્રીઓની સરકારી માન્યતા સુનિશ્ચિત કરી શકાય. કોર્ટે કહ્યું કે આ કાયદો મુસ્લિમ લઘુમતીઓના પ્રયાસોનું પરિણામ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે યુનિવર્સિટીની સ્થાપના મુસ્લિમ લઘુમતીઓ દ્વારા કરવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે 2005માં આ સુધારાને ફગાવી દીધો હતો
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી AMUના લઘુમતી પાત્રની કલ્પના પર સવાલો ઉભા થયા હતા. આ પછી, દેશભરમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેના કારણે વર્ષ 1981માં AMUને લઘુમતીનો દરજ્જો આપતો સુધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 2005માં, અલ્હાબાદ હાઈકોર્ટે 1981ના AMU સુધારા અધિનિયમને ગેરબંધારણીય જાહેર કરીને રદ કર્યો હતો. 2006માં કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ 2016માં કેન્દ્રએ પોતાની અપીલમાં કહ્યું હતું કે લઘુમતી સંસ્થાની સ્થાપના ધર્મનિરપેક્ષ રાજ્યના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. વર્ષ 2019માં તત્કાલિન CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ કેસ સાત જજોની બેન્ચને મોકલ્યો હતો. આ અંગેનો નિર્ણય આજે આવવાનો હતો.
આ પણ વાંચો---શાળાઓમાં બાળકોના યૌન ઉત્પીડન અંગે Supreme Court લાલધૂમ, જાણો શું કહ્યું...