Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Threat : RBI અને અન્ય બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ દ્વારા આપી ચેતવણી...

મુંબઈ પોલીસે કહ્યું છે કે આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવશે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ...
threat   rbi અને અન્ય બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  ઈમેલ દ્વારા આપી ચેતવણી

મુંબઈ પોલીસે કહ્યું છે કે આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવશે. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

Advertisement

પોલીસે જણાવ્યું કે મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. પોલીસે આ તમામ સ્થળોએ જઈને તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું. પોલીસના જણાવ્યા અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

Advertisement

શું ઈમેલમાં ધમકી આપનાર વ્યક્તિએ બ્લાસ્ટનો સમય જણાવ્યો હતો?

મુંબઈ પોલીસને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ શહેરમાં 11 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બ્લાસ્ટ થવાનો છે. આ પછી અફડાતફડી મચી ગઈ હતી અને હંગામા વચ્ચે પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સંદર્ભે મુંબઈની એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Jammu Kashmir : ‘નહીંતર અમારું ભાગ્ય ગાઝા અને પેલેસ્ટાઈન જેવું થશે’, ફારૂક અબ્દુલ્લાએ આ શું કહ્યું?

Advertisement

Tags :
Advertisement

.