Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Threat : 12 માર્ચ સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં થઇ શકે છે કંઇક મોટું, તપાસ એજન્સીઓ દોડતી થઇ...

તાજેતરમાં જ એક અજાણ્યા વ્યક્તિ તરફથી મુંબઈના ઘણા વરિષ્ઠ અધિકારીઓને ધમકીભર્યો (Threat) ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં અધિકારીઓને ધમકી (Threat) આપવામાં આવી હતી કે અત્યંત સંવેદનશીલ સ્થળો પર વિસ્ફોટ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, આ ધમકી ભર્યા (Threat) મેલમાં...
02:50 PM Mar 10, 2024 IST | Dhruv Parmar

તાજેતરમાં જ એક અજાણ્યા વ્યક્તિ તરફથી મુંબઈના ઘણા વરિષ્ઠ અધિકારીઓને ધમકીભર્યો (Threat) ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં અધિકારીઓને ધમકી (Threat) આપવામાં આવી હતી કે અત્યંત સંવેદનશીલ સ્થળો પર વિસ્ફોટ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, આ ધમકી ભર્યા (Threat) મેલમાં આરોપીએ 12 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં અનેક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તે જ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, થોડા મહિના પહેલા ખાલિસ્તાની મુવમેન્ટના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ ઘણા લોકોને રેકોર્ડેડ વોઈસ કોલ કર્યા હતા.

Stock-Market,

ગુરપતવંત સિંહ પન્નુ પર શંકા...

આ વૉઇસ કૉલમાં પન્નુએ કહ્યું, 'હું શીખ ફોર જસ્ટિસનો જનરલ કાઉન્સેલ છું. તમે લોકો ભારતીય શેરબજારમાંથી તમારા પૈસા ઉપાડી લો અને તે પૈસા યુકે અને યુએસ માર્કેટમાં રોકાણ કરો. તેનાથી ભારતીય શેરબજાર નબળું પડી શકે છે જે ભારતની કરોડરજ્જુ છે. સૂત્રોનું કહેવું છે કે પન્નુએ વધુમાં કહ્યું કે 12 માર્ચ સુધીમાં ભારતીય બજારની કમર તૂટી શકે છે. તમને જણાવી દઈએ કે તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી હતી કે ગયા અઠવાડિયે એક અજાણ્યા વ્યક્તિ તરફથી ઘણા વરિષ્ઠ IPS અધિકારીઓને ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ મેલમાં કહેવામાં આવ્યું હતું કે BSEમાં વિસ્ફોટ થશે, તે પણ 12 મી માર્ચના દિવસે.

અધિકારીએ આ વાત કહી

આવી સ્થિતિમાં હવે શંકાની સોય પન્નુ તરફ જઈ રહી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ઈમેલ પન્નુનું કામ હોઈ શકે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ પ્રોટોન ઈમેલનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો. પ્રોટોન ઈમેલના સર્વર્સ વિદેશમાં સ્થિત છે અને અમે તેમને પત્ર લખીને આ ઈમેલ મોકલનાર વિશેની માહિતી શેર કરવા જણાવ્યું છે. પરંતુ પ્રોટોન ઇમેઇલ ચલાવતી કંપની ગુપ્તતાને ટાંકીને કોઈપણ માહિતી શેર કરતી નથી. જો કે, તપાસ એજન્સીઓએ ઈમેલમાં જણાવેલ દરેક જગ્યાને સેનિટાઈઝ કરી દીધી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : UN માં ભારતે સંભળાવી ખરી-ખોટી, કહ્યું- એક દાયકાથી વધુ સમય વીતી ગયો પરંતુ…

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની આઝમગઢને ભેટ, અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું…

આ પણ વાંચો : Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bomb BlastBombay Stock ExchangeBSEBusinessGujarati NewsGurpatwant Singh PannuIndiaNationalNiftyPoliticsShare-BazarStock Market
Next Article