Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Virat Kohli નો વર્લ્ડ કપ હાર બાદ પહેલીવાર જોવા મળ્યો આ Unseen Video

Virat Kohli નો એક Unseen વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે, જેમા તે દુઃખી જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની એક એવી હાર થઇ જેણે ભારતીય ક્રિકેટ ફેનને ખૂબ જ નિરાશ કર્યા હતા. હવે...
virat kohli નો વર્લ્ડ કપ હાર બાદ પહેલીવાર જોવા મળ્યો આ unseen video

Virat Kohli નો એક Unseen વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે, જેમા તે દુઃખી જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની એક એવી હાર થઇ જેણે ભારતીય ક્રિકેટ ફેનને ખૂબ જ નિરાશ કર્યા હતા. હવે આ હારને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે પરંતુ ચાહકો હજુ પણ આ હારના આઘાતને ભૂલી શક્યા નથી. આ મેચ બાદ ભારતીય ક્રિકેટ ફેનની સાથે ભારતીય ખેલાડીઓનું પણ દિલ તૂટી ગયું હતું અને તેમની પ્રતિક્રિયાઓ પણ વાયરલ થઈ હતી. હવે આ કડીમાં વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કદાચ તમે ફાઈનલની હાર પછી જોયો નહીં હોય.

Advertisement

Source - Google

સોશિયલ મીડિયા પર વધુ એક ફૂટેજ વાયરલ

વર્લ્ડ કપ 2023 માં ટીમ ઈન્ડિયાને હરાવી ઓસ્ટ્રેલિયાએ કરોડો ભારતીયોને મોટો ઝટકો આપ્યો હતો. જોકે, આ હારથી ખેલાડીઓ પણ તેટલા જ પરેશાન હતા. હાર બાદ મોટા ભાગના ખેલાડીઓ ભાવુક જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્માથી લઇને મોહમ્મદ સિરાઝ સુધી તમામ આ કારમી હારથી ખૂબ જ દુઃખી દેખાઇ રહ્યા હતા. જોકે, હવે વર્લ્ડ કપ ફાઇનલમાં હારને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં Virat Kohli ઘણો નિરાશ જોવા મળી રહ્યો છે.

Advertisement

વીડિયોમાં કોહલી દેખાયો નિરાશ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ મેદાન પર જીતની ઉજવણી કરી રહ્યા છે જ્યારે વિરાટ કોહલી ઘણો નિરાશ દેખાઈ રહ્યો છે. કોહલી નિરાશાની લાગણી સાથે સ્ટમ્પની નજીક જાય છે અને સ્ટમ્પ પર લાગેલી બેલ્સને હટાવી દે છે. કોહલીને જોઈને સમજી શકાય છે કે તે કેટલો નિરાશ હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળી રહ્યો છે.

Advertisement

Source - Google

World Cup 2023 માં Virat Kohli નું પ્રદર્શન

World Cup 2023 માં બેટ વડે Virat Kohli નું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને છ અડધી સદી સામેલ હતી. તેણે ODI વર્લ્ડ કપ એડિશનમાં સચિન તેંડુલકરના સૌથી વધુ રન (673)ના રેકોર્ડને તોડીને પણ ઈતિહાસ રચ્યો પરંતુ અફસોસ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલીના પ્રયત્નો નિરર્થક ગયા અને ભારત ફાઇનલમાં જીતવામાં નિષ્ફળ ગયું.

આ પણ વાંચો - IND vs AUS Fina : વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનું સપનું તૂટ્યું, 6 વિકેટથી થઈ હાર

આ પણ વાંચો - હીરોથી જીરો થઇ રહ્યો છે Shubman Gill ? કાર્તિકે આપી ચેતવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.