Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાના આ ખેલાડીએ ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, મુરલીધરન પણ ન કરી શક્યો આ કારનામો

ODI વિશ્વ કપ 2023 (ODI World Cup 2023) નજીક છે ત્યારે તમામ દેશ તેની તૈયારીમાં એડી ચોટીનું જોર આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023માં રવિવારે શ્રીલંકાએ આયર્લેન્ડને 133 રનથી હરાવ્યું. આ મેચમાં શ્રીલંકાના વાનિન્દુ...
શ્રીલંકાના આ ખેલાડીએ odi ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ  મુરલીધરન પણ ન કરી શક્યો આ કારનામો

ODI વિશ્વ કપ 2023 (ODI World Cup 2023) નજીક છે ત્યારે તમામ દેશ તેની તૈયારીમાં એડી ચોટીનું જોર આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023માં રવિવારે શ્રીલંકાએ આયર્લેન્ડને 133 રનથી હરાવ્યું. આ મેચમાં શ્રીલંકાના વાનિન્દુ હસરાંગા (Wanindu Hasaranga) એ શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. હસરંગાએ આ સાથે ટીમને ન માત્ર જીતાડ્યું, પરંતુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

Advertisement

ODI ક્રિકેટના ઈતિહાસમાં સતત ત્રણ વખત પાંચ વિકેટ ઝડપનાર બીજો બોલર

શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગા (Wanindu Hasaranga) એ વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. લેગ-બ્રેક સ્પિનરે રવિવારે ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આયર્લેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 79 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેની ઘાતક બોલિંગને કારણે શ્રીલંકાએ 133 રનનો વિશાળ વિજય નોંધાવીને સુપર સિક્સ સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું. શ્રીલંકાની જીત સાથે સ્કોટલેન્ડ અને ઓમાને પણ સુપર સિક્સમાં પોતપોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગા ODI ક્રિકેટના ઈતિહાસમાં સતત ત્રણ વખત પાંચ વિકેટ ઝડપનાર બીજો બોલર બન્યો છે. હસરંગાએ આયર્લેન્ડ સામે ICC વર્લ્ડ કપ 2023 ક્વોલિફાઈંગ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર વકાર યુનિસે 33 વર્ષ પહેલા આ કારનામો કર્યો હતો.

Advertisement

વકાર યુનિસના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી

હસરંગા પહેલા, ODI ક્રિકેટમાં સતત ત્રણ મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે વર્ષ 1990માં કરી હતી. હસરંગા હવે વકારના સ્તરે પહોંચી ગયો છે. તેણે આયર્લેન્ડ સામેની નિર્ણાયક મેચમાં એન્ડ્રુ બાલ્બિર્ની, હેરી ટ્રેક્ટર, ગેરેથ ડેલાની, માર્ક એડર અને જોશુઆ લિટલની વિકેટ લીધી હતી. હસરંગા ODI ક્રિકેટના ઈતિહાસમાં સતત ત્રણ મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ સ્પિનર ​​બની ગયો છે.

Advertisement

મુરલીધરન પણ આ કારનામો કરી શક્યો નથી

જણાવી દઈએ કે, હસરંગા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આયર્લેન્ડ સામે 79 રનમાં પાંચ વિકેટ લીધી હતી. અગાઉ હસરંગાએ UAE સામે 6/24 અને ઓમાન સામે 5/13 લીધા હતા. આવી સ્થિતિમાં તે સતત ત્રણ વખત 5 વિકેટ લેનારો પ્રથમ શ્રીલંકન ખેલાડી બની ગયો છે. શ્રીલંકાનો મહાન ખેલાડી મુથૈયા મુરલીધરન પણ આ કારનામો કરી શક્યો નહોતો.

આ પણ વાંચો – WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ કરી આ મોટી ભૂલ, કોચના નિવેદનથી ખળભળાટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.