Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ISROનું આ મિશન ચંદ્રયાન-3 થી લગભગ 14 ગણું મોંઘું, જાણો ક્યારે થશે લોન્ચ

ISROની નજર હવે ભવિષ્યના ઘણા મિશન પર છે. મંગલયાન-2 હોય કે પછી નિસાર સેટેલાઇટને લોન્ચ કરવાનો હોય. હવે શુક્રયાન-1 અને સમુદ્રયાનનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આજે અહિં આપણે રક એવા મિશન વિશે વાત કરી રહ્યા છે...
03:58 PM Oct 03, 2023 IST | Maitri makwana

ISROની નજર હવે ભવિષ્યના ઘણા મિશન પર છે. મંગલયાન-2 હોય કે પછી નિસાર સેટેલાઇટને લોન્ચ કરવાનો હોય. હવે શુક્રયાન-1 અને સમુદ્રયાનનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આજે અહિં આપણે રક એવા મિશન વિશે વાત કરી રહ્યા છે જેને 2024માં લોન્ચ થવાની શક્યતા જોવા મળી રહી છે.આ મિશનનું નામ ગગનયાન મિશન છે. આ ગગનયાન મિશનની જાહેરાત 5 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જેને વર્ષ 2022 માં લોન્ચ કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે, તે સમયસર લોન્ચ થઈ શક્યું ન હતું.

ઈસરોની નજર હવે ભવિષ્યના ઘણા મિશન પર

ચંદ્રયાન 3ની સફળતા બાદ સમગ્ર વિશ્વ આખુ ભારતની પ્રશંસા કરી રહ્યું છે. ઈસરોની નજર હવે ભવિષ્યના ઘણા મિશન પર જોવા મળી રહી છે. પછી તે મંગલયાન 2 હોય કે પછી નિસાર સેટેલાઇટ લોન્ચ કરવાનો હોય, સાથે જ શુક્રયાન 1 અને સમુદ્રયાન પણ આ યાદીમાં સામેલ છે.પરંતુ આજે આપણે જે મિશન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે મિશન ગગનયાન. જેને 2024માં લોન્ચ થવાની શક્યતા છે. આ મિશનની જાહેરાત લગભગ 5 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જે વર્ષ 2022 માં લોન્ચ થવાનું હતું, પરંતુ કોરોન મહામારીને કારણે, તે સમયસર થઈ શક્યું ન હતું અને તેને 2024 સુધી અટકાવી દેવામાં આવ્યું હતું.અને ખાસ વાત એ છે કે આ મિશન ચંદ્રયાન-3 મિશન કરતા પણ 14 ગણું મોંઘું છે.

ISRO કરશે 2024માં ગગનયાન મિશન લોન્ચ

એવી અપેક્ષા છે કે ISRO 2024માં તેનું ગગનયાન મિશન લોન્ચ કરશે. અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જનાર આ પ્રથમ ભારતીય અવકાશ મિશન હશે. ગગનયાનની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરી હતી. ગગનયાન મિશન 2022માં શરૂ થવાનું હતું, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે તેમાં વિલંબ થયો હતો.હવે વર્ષ 2024માં આ મિશન શરૂ થવાની સંભાવના છે. ત્યારથી ચંદ્રયાન 3 મિશન સફળ રહ્યું છે. ગગનયાન મિશન પર કામ ઝડપી ગતિએ શરૂ થઈ ગયું છે. નિષ્ણાતોના મતે ઇસરો અને આ મિશન સાથે જોડાયેલી તમામ કંપનીઓ તેને સફળ બનાવવામાં વ્યસ્ત છે.

ગગનયાન મિશન ચંદ્રયાન-3 કરતા 14 ગણું મોંઘું

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રયાન 3 મિશન કરતા ગગનયાન મિશન ઘણું મોંઘુ હશે. અનુમાન મુજબ, ગગનયાન મિશન ચંદ્રયાન 3 કરતા 14 ગણું મોંઘું હોઈ શકે છે. ટાઈમ્સ નાઉના અહેવાલ અનુસાર, એક અંદાજ મુજબ, ગગનયાન મિશન લગભગ 9023 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે.જ્યારે ચંદ્રયાન 3ના મિશનમાં 650 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે મંગલયાન મિશન વર્ષ 2013માં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેની કિંમત માત્ર 450 કરોડ રૂપિયા હતી. આઉટલુકને માહિતી આપતાં, ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે કે IISc, બેંગલુરુના ડૉ. આલોક કુમારે જણાવ્યું કે તેમની પ્રયોગશાળા ફ્લાઇટ માટે જૈવિક પેલોડ બનાવી રહી છે, જેની હાલમાં ISRO દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.

ભારતીય હવામાન વિભાગ અને CSIR લેબનો પણ સમાવેશ

ભારતીય સશસ્ત્ર દળો ઉપરાંત, સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એટલે કે DRDO પણ આ મિશનમાં સામેલ છે. ભારતીય નૌકાદળ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ડિયન શિપિંગ કોર્પોરેશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી જેવી ભારતીય મેરીટાઇમ એજન્સીઓને પણ આ મિશનમાં સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ અને CSIR લેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગગનયાન મિશનમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા એલેક્સીનું નામ સામેલ

બીજી તરફ ગગનયાન મિશનમાં દેશની મોટી ખાનગી કંપનીઓનો સહયોગ પણ જોવા મળી રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગગનયાન મિશનમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા એલેક્સીનું નામ પણ સામેલ છે. ચંદ્રયાન 3 માં લાર્સન એન્ડ ટુબ્રોનું યોગદાન જોવા મળ્યું હતું. તે પછી આદિત્ય EL1માં પણ આ જ કંપનીનું યોગદાન જોવા મળ્યું હતું. આવા ઘણા સ્ટાર્ટઅપ્સ છે જેમણે ગગનયાન મિશનમાં યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો - CHHATTISGARH : PM MODI નો અણિયારો સવાલ..શું હિન્દુઓએ……?

Tags :
Chandrayaan-3CHANDRAYAAN-3 2023GAGANYAAN MISSION 2024Gaganyaan-MissionISROISRO MISSION
Next Article