Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય, વિધાર્થીઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન

ગીતા જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે.  આજે એટલે કે 22 ડિસેમ્બરે ગીતા જયંતિ ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં ધર્મ ગ્રંથોનું મહત્વ ઘણું છે, તેમા પણ ભગવદ્ ગીતાને ખૂબ અગત્યતા આપવામા આવે છે...
ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય  વિધાર્થીઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન

ગીતા જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે.  આજે એટલે કે 22 ડિસેમ્બરે ગીતા જયંતિ ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં ધર્મ ગ્રંથોનું મહત્વ ઘણું છે, તેમા પણ ભગવદ્ ગીતાને ખૂબ અગત્યતા આપવામા આવે છે અને લોકો દ્વારા તેનું પઠન કરવામાં આવે છે.

Advertisement

Geeta (Gita) Jayanti 2023: Date, Meaning, Tithi & Importance - Rudra Centre

જ્યારે રણભૂમિમાં અર્જુને પોતાની સમક્ષ યુદ્ધમાં પોતાના જ સંબંધીઓને જોયા, ત્યારે તે ખૂબ વિચલિત થઇ ગયા. અર્જુને શસ્ત્ર ઉપાડવાની ના કહી દીધી. ત્યારે યુદ્ધમાં તેમના સારથી બનેલ શ્રીકૃષ્ણએ તેમના જ્ઞાનચક્ષુ ખોલીને તેમને ઉપદેશ આપ્યો,જેને ગીતા જ્ઞાન કહે છે.  મહાભારત ગ્રંથના આ 700 શ્વોક જેમાં ઊંડું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યું છે, તેને ભગવદ્ ગીતાના નામે ઓળખવામાં આવે છે.

Advertisement

ગીતામાં મનુષ્યના જીવનને લગતી દરેક સમસ્યાઓના જવાબ

Gita Jayanti 2022: All you need to know about Bhagwad Gita - Times of India

Advertisement

જે લોકો નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલ વાતો પોતાના જીવનમાં ઉતારે છે, તેમના માટે જીવનની મોટામાં મોટી મુશ્કેલી પણ સરળ થઇ જાય છે. તમે ઘણી વખત સાંભળયુ હશે કે ગીતામાં મનુષ્યના જીવનને લગતી દરેક સમસ્યાઓના જવાબ છે, તે સાચું જ છે. તેમાં પણ વિધ્યાર્થીના જીવનમાં સ્થિરતા અને તેના સર્વાંગી વિકાસ માટે શ્રીમદ ભગવદ ગીતામાં દર્શાવેલ આદર્શો અને મૂલ્યો ઘણા ઉપયોગી બની શકે છે. તેના માટે જ  ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે.

ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય 

ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.  હવે ધોરણ 6થી 12 માં વિધ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવાશે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની  ઉપસ્થિતિમાં નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, આ પુસ્તકને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેમના ગુજરાતી ભાષાંતરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધોરણ 6-12 ના વિધાર્થીઓ માટે તૈયાર થયેલ ભગવત ગીતાનો અભ્યાસક્રમ જાહેર

આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે, આ પુસ્તકનો વર્ષ 2024 ના નવા સત્રથી અભ્યાસમાં સમાવેશ કરવામા આવશે. આ પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રીની હાજરીમાં આ નવા અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે.

પુસ્તકના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં ડિપ્રેશન ઘટશે તેનાથી આત્મહત્યામા પણ ઘટાડો થશે - પ્રફુલ પાનસેરીયા

માનનીય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ પુસ્તકનો સમાવેશ અભ્યાસક્રમમાં કરતાં સમયે તેની સકારાત્મક અસર  વિશે કહ્યું હતું કે,  આ પુસ્તકના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં ડિપ્રેશન ઘટશે તેનાથી આત્મહત્યામા પણ ઘટાડો થશે, અર્જુન સૌપ્રથમ ડિપ્રેશન નું ભોગ બન્યો હતો જેને કૃષ્ણ દ્વારા ગીતા જ્ઞાનથી ડિપ્રેશન માંથી બહાર નીકળ્યો હતો.

આ પણ વાંચો -- GETCO : જેટકો ભરતી વિવાદમાં કાર્યવાહી, વધુ એક અધિકારીની બદલી અને 12 અધિકારીઓને નોટિસ

Tags :
Advertisement

.