Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વના આ દેશોએ સમલૈંગિક લગ્નને કાયદાકીય આપી છે માન્યતા, આ દેશોમાં અપાય છે મોતની સજા!

આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં સમલૈંગિક લગ્નને કાયદાકીય જવાબદારી આપવાનો ઈન્કાર કરી દીધો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ સમલૈગિંક લગ્ન પર કાયદો બનાવી શકે નહીં, પરંતુ તેમણે કહ્યું કે સમલૈગિંક યુગલોને ચોક્કસપણે બાળક દત્તક લેવાનો અધિકાર છે. CJIએ...
વિશ્વના આ દેશોએ સમલૈંગિક લગ્નને કાયદાકીય આપી છે માન્યતા  આ દેશોમાં અપાય છે મોતની સજા

આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં સમલૈંગિક લગ્નને કાયદાકીય જવાબદારી આપવાનો ઈન્કાર કરી દીધો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ સમલૈગિંક લગ્ન પર કાયદો બનાવી શકે નહીં, પરંતુ તેમણે કહ્યું કે સમલૈગિંક યુગલોને ચોક્કસપણે બાળક દત્તક લેવાનો અધિકાર છે. CJIએ પોતાની ટિપ્પણીમાં કહ્યું કે અમે ન તો કાયદો બનાવી શકીએ અને ન તો સંસદ પર દબાણ લાવી શકીએ. ત્યારે બીજી તરફ શું તમે જાણો છે કે વિશ્વના કેટલા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે ? વિશ્વના 32 દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી છે અને 22 દેશોમાં તેના પર કાયદો છે. વળી, કડક કાયદાઓનું પાલન કરતા મુસ્લિમ દેશોમાં આ અંગે શું વિચાર છે? શું તમે જાણો છો કે 10 મુસ્લિમ દેશોમાં ગે લગ્ન કાયદેસર છે?

Advertisement

વિશ્વના 32 દેશોમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા

Advertisement

ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમલૈંગિક લગ્નની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ભારતમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો મુદ્દો કાનૂની ગૂંચવણોમાં અટવાયેલો છે. વિશ્વના 32 દેશોમાં આવા લગ્નોને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 2018માં ચુકાદો આપ્યો હતો કે સમલૈંગિકતા ગુનો નથી. આઈપીસીની કલમ 377 પર પોતાનો ચુકાદો આપતા કોર્ટે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધુ હતું. આ એક મોટું પગલું હતું, પરંતુ પછી એક પ્રશ્ન પણ ઉભો થયો. જો બે સમલૈંગિક લોકોને સાથે રહેવાનો કાયદેસર અધિકાર છે, તો પછી તેમના લગ્ન પર સવાલ શા માટે? આ પ્રશ્ન માત્ર અધિકારો, કાયદાઓ અને ન્યાય સાથે સંબંધિત નથી, પરંતુ ઘણા લોકોના જીવન સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. દુનિયામાં ઘણા દેશ છે જ્યા સમલૈંગિકતા લિગલ છે અને તેઓ લગ્ન પણ કરી શકે છે. ત્યારે તે કયા દેશ છે આવો જાણીએ...

Advertisement

આ દેશનો સમાવેશ થાય છે

આર્જેન્ટિના (2010 થી), ઓસ્ટ્રેલિયા (2017 થી), ઑસ્ટ્રિયા (2019 થી), બેલ્જિયમ (2003 થી), બ્રાઝિલ (2013 થી), કેનેડા (2005 થી), ચિલી (2022 થી), કોલંબિયા (2016 થી), કોસ્ટા રિકા (2020 થી), ડેનમાર્ક (2012 થી), એક્વાડોર (2019 થી), ફિનલેન્ડ (2010 થી), ફ્રાન્સ (2013 થી), જર્મની (2017 થી), આઇસલેન્ડ (2010 થી), આયર્લેન્ડ (2015 થી), લક્ઝમબર્ગ (2015 થી), માલ્ટા (2017 થી), મેક્સિકો (2010 થી), નેધરલેન્ડ્સ (2001 થી), ન્યુઝીલેન્ડ (2013 થી), નોર્વે (2009 થી), પોર્ટુગલ (2010 થી), સ્લોવેનિયા (2022 થી), દક્ષિણ આફ્રિકા (2006 થી), સ્પેન (2005 થી), સ્વીડન (2009 થી), સ્વિટ્ઝર્લૅન્ડ (2022 થી), તાઇવાન (2019 થી), યુનાઇટેડ કિંગડમ (2020 મુજબ), યુનાઇટેડ સ્ટેટ્સ (2015 થી), ઉરુગ્વે (2013 થી).

નેધરલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બન્યો

સમલૈંગિક લગ્નને કુલ 32 દેશમાં માન્યતા આપવામાં આવી છે. જેમાંથી 22ને લોકમત દ્વારા અને બાકીના 10ને કોર્ટના આદેશ બાદ માન્યતા આપવામાં આવી હતી. વર્ષ 2001 માં, નેધરલેન્ડ સમલૈગિંક લગ્નને માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ હતો. વળી, 2006 માં દક્ષિણ આફ્રિકામાં સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 માં, તાઈવાન સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો પ્રથમ એશિયન દેશ બન્યો. ત્યારબાદ 2015માં તેને અમેરિકા, બાદમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડમાં માન્યતા મળી. આ યાદીમાં ચિલી, મેક્સિકો, સ્વીડન, આઇસલેન્ડ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ફિનલેન્ડ, ડેનમાર્ક, નોર્વે અને સ્પેનના નામ પણ સામેલ છે.

આ દેશોમાં અપાય છે મોતની સજા!

વળી, લગભગ 64 દેશો એવા છે જ્યાં સમલૈંગિક લગ્ન સ્વીકારવામાં આવતા નથી. આમાં મલેશિયાનું નામ સામેલ છે જ્યાં ગે લગ્ન ગેરકાયદેસર છે. જાપાન સહિત સાત મોટી અર્થવ્યવસ્થાના દેશો પણ આ લગ્નને કાનૂની મંજૂરી આપતા નથી. કેટલાક દેશો એવા છે જ્યાં મૃત્યુદંડ આપવામાં આવે છે, આ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કતાર, મોરિટાનિયા, સોમાલિયા, સંયુક્ત આરબ અમીરાત, ઉત્તરી નાઈજીરિયા અને ઈરાનમાં ખૂબ જ કડક છે. શરિયા અદાલતોમાં મૃત્યુદંડની પણ જોગવાઈ છે.

LGBTQ શું છે?

સામાન્ય ભાષામાં, સમલૈંગિકોને LGBTQ એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સલિંગ અને ક્વિઅર કહેવામાં આવે છે. તેથી જ તેને LGBTQ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો - સમલૈંગિક લગ્નની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ફેંસલો

આ પણ વાંચો - કેન્દ્ર શા માટે સમલૈંગિક લગ્નની વિરુદ્ધ છે? જાણો શું છે કેન્દ્રની દલીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.