Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીની જાહેરાત બાદ દેશમાં આ પરિવર્તનો આવશે, વાંચો અહેવાલ

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. આજરોજ ચૂંટણીપંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ પછી તરત જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આ આચારસંહિતા લાગુ થયા બાદ શું થશે ? સામાન્ય લોકોના જીવનમાં...
ચૂંટણીની જાહેરાત બાદ દેશમાં આ પરિવર્તનો આવશે  વાંચો અહેવાલ

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. આજરોજ ચૂંટણીપંચ બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરશે. આ પછી તરત જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આ આચારસંહિતા લાગુ થયા બાદ શું થશે ? સામાન્ય લોકોના જીવનમાં શું પરિવર્તન આવશે તે અંગે ચાલો આ અહેવાલમાં જાણીએ

Advertisement

ચૂંટણી પંચના દ્વારા આ આચારસંહિતા લાગુ પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કરવામાં આવે છે. દેશમાં 18મી લોકસભાની રચના કરવા માટે ચૂંટણી યોજાવાની છે. એક અંદાજ મુજબ આ ચૂંટણીઓ સાતથી આઠ તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે ચૂંટણીની તારીખો જાહેર કરવાની જાહેરાત કરી છે. તારીખોની જાહેરાત બાદ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

આચારસંહિતા લાગુ થયા બાદ શું બદલાશે?

  • મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે 
  • કોઈપણ પ્રકારની રેલી કે સભા કરતા પહેલા સ્થાનિક પોલીસને જાણ કરવાની રહેશે
  • જાણીજોઈને એવી જગ્યાએ સભા કે રેલી ન કરવી જ્યાં બીજા પક્ષનો કાર્યક્રમ થતો હોય
  • પોલીસને પહેલા રેલીનો રૂટ જણાવવો પડશે
  • કોઈપણ ધાર્મિક સ્થળે ચૂંટણી સભા કે પ્રચાર કરી શકાશે નહીં
  • કોઈપણ ઉમેદવારના અંગત જીવન પર ટિપ્પણી કરી શકાશે નહીં પક્ષ કે નેતાની ટીકા કરવી નહીં
  • સભામાં લાઉડસ્પીકર માટે પરવાનગી લેવાની રહેશે

વધુમાં આચારસંહિતામાં સત્તામાં રહેલી સરકાર માટે પણ નિયમો હોય છે, જેના અનુસાર તે અનુસાર સત્તાપક્ષ કોઈપણ રીતે પોતાના પક્ષના પ્રચાર માટે સરકારી મશીનરી, કર્મચારીઓ, એરપોર્ટ, ટ્રેન વગેરેનો ઉપયોગ કરી શકતી નથી. પક્ષના પ્રચાર માટે સરકારી કચેરીઓ અને વાહનોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં દારૂ લઈ જવાના નિયમો છે. ઉદાહરણ તરીકે, દિલ્હીની બહાર જતી વખતે, તમે તમારી સાથે ફક્ત એક લિટર દારૂ લઈ શકો છો. જ્યારે ઉત્તર પ્રદેશમાં તમે તમારા ઘર કે ઓફિસમાં છ લીટર સુધીનો દારૂ રાખી શકો છો.

Advertisement

તેવી જ રીતે, ગોવામાં, વ્યક્તિ ઘરે 24 બોટલ બિયર અને 18 બોટલ દેશી દારૂ રાખી શકે છે. આ સિવાય જો તમે તમારી સાથે 2 લાખ રૂપિયા સુધીની રોકડ લઈ જાઓ છો, તો તમારે તે પૈસા તમે ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ રહ્યા છો તેના વિગતવાર દસ્તાવેજો બતાવવા પડશે. ચૂંટણી પંચ દારૂની હેરાફેરી અને IPCના નિયમો હેઠળ નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો : Human Development Index ના આંકડા જાહેર, ભારતના આંકડામાં આવ્યો સુધારો

Tags :
Advertisement

.