Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં રથયાત્રાને લઈને આ વિસ્તારો રહેશે બંધ; જાણો સમગ્ર રુટ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 0/06/2023 સુધી અમલમાં...
અમદાવાદમાં રથયાત્રાને લઈને આ વિસ્તારો રહેશે બંધ  જાણો સમગ્ર રુટ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 19/6/2023 થી 0/06/2023 સુધી અમલમાં રહેશે.

Advertisement

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.

Advertisement

શહેરમાં આ રસ્તાઓ બંધ કરવામાં આવશે
પોલીસના જાહેરનામા પ્રમાણે બંધ કરવામાં આવેલા રસ્તાની વાત કરીએ તો, ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સાળંગપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, રંગીલા ચોકી, આર.સી. હાઈસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક અને ગોળલીમડા વાળો રસ્તો બંધ કરવામાં આવશે. આ રસ્તા બંધ હોવાથી ટ્રાફિક પોલીસે તેનો વૈકલ્પિક માર્ગ પણ જાહેર કર્યો છે.

Advertisement

મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો

સમગ્ર વ્યવસ્થામાં મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ત્યારે 25થી વધારે વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે શ્રદ્ધાળુ માટે મેડિકલ વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં 16 જેટલી એમબ્યુલન્સ રાખવામાં આવી ગત રથયાત્રામાં નાના ભૂલકાં ગુમ થયા હતા જેને લઇને જન સહાયતા કેન્દ્ર ઊભી કરવામાં આવી છે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં આવ્યો છે

સમાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે

સમાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે સીસીટીવી અને ત્રણ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે અને બોડી વેન કેમેરા સાથે પોલીસ અધિકારીઓ રથયાત્રામાં જોડાશે. ત્યારે સમગ્ર રથયાત્રામાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે અને  રાત્રે 2 વાગ્યા થી VVIP ગતિવિધિ રહશે જેને લઇને પણ ધ્યાન રાખવામાં આવ્યું છે  જેમાં  27જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવશે અને  શહેરના અન્ય નાગરિકો કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું રિહર્સલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ વર્ષે અમદાવાદમાં 146મી રથયાત્રા નિકળનાર છે. જેને લઈ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું છે. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાન જોડાયા હતા. આ દરમિયાન ડ્રોન અને CCTV કેમેરાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.