Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1 ડિસેમ્બરથી તમારા ખિસ્સા અને જીવન પર પડશે મોટી અસર

નવેમ્બર મહિનો પૂરો થવાનો છે. આ સાથે ડિસેમ્બરની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે. કેટલાક નિયમોમાં ફેરફાર થશે. વર્ષના અંત પહેલા બેન્કિંગ, ટેલિકોમ, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ફેરફાર જોવા મળી શકે છે. સિમ કાર્ડ, એચડીએફસી ક્રેડિટ...
1 ડિસેમ્બરથી તમારા ખિસ્સા અને જીવન પર પડશે મોટી અસર

નવેમ્બર મહિનો પૂરો થવાનો છે. આ સાથે ડિસેમ્બરની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે. કેટલાક નિયમોમાં ફેરફાર થશે. વર્ષના અંત પહેલા બેન્કિંગ, ટેલિકોમ, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ફેરફાર જોવા મળી શકે છે. સિમ કાર્ડ, એચડીએફસી ક્રેડિટ કાર્ડ, ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા નવા નિયમો 1 ડિસેમ્બર, 2023 થી અમલમાં આવવા માટે તૈયાર છે. જેના કારણે સામાન્ય માનવીના ખિસ્સા અને જનજીવનને અસર થશે. તેથી સામાન્ય જનતાએ આ અંગે જાગૃતિ રાખવી જરૂરી છે. જણાવી દઈએ કે 1 ડિસેમ્બરથી ગેસ સિલિન્ડરને લઈને પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કે આ નવા નિયમોની સામાન્ય જનતા પર શું અસર પડી શકે છે?

Advertisement

LPG Cylinder Price 

દર મહિનાની શરૂઆતમાં સરકાર એલપીજી ગેસ સિલિન્ડરના નવા દર નક્કી કરે છે. 1 ડિસેમ્બરે પણ કિંમતોમાં ફેરફાર થઈ શકે છે. 1 નવેમ્બરે કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 100 રૂપિયાનો વધારો થયો હતો. ઘરેલું સિલિન્ડરમાં કોઈ ફેરફાર થયો નથી.

SIM Card New Rules

1 ડિસેમ્બરે સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતમાં સિમ કાર્ડ વેચવા માટે ડીલરોએ પોતાનું વેરિફિકેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી રહેશે. ટેલિકોમ કંપનીઓ માટે પણ તેમના સિમ કાર્ડ વેચતી દુકાનો માટે KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. દૂરસંચાર વિભાગે ફ્રોડ કોલ અને સ્પામ રોકવા માટે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

Loan New Rules

લોન લેનારા ગ્રાહકોને રાહત આપતા RBI નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહી છે. હવે બેંકોએ લોન જમા કરાવ્યાના એક મહિનાની અંદર લોન લેતી વખતે સબમિટ કરેલા પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવાના રહેશે. આમ ન કરવા પર બેંકો પર દરરોજ 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

HDFC Bank Regalia Credit Card

દેશની મુખ્ય ખાનગી બેંકોમાંની એક HDFC બેંક તેના Regalia ક્રેડિટ કાર્ડ સંબંધિત સુવિધાઓમાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે યુઝર્સે ફ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ સુવિધાનો લાભ લેવા માટે પ્રતિ ક્વાર્ટરમાં 1 લાખ રૂપિયાની ક્રેડિટ લિમિટ ખર્ચ કરવી પડશે.

Advertisement

Google એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવશે

1 ડિસેમ્બરથી ગૂગલ એવા Google એકાઉન્ટને ડિલીટ કરવા જઈ રહ્યું છે જેનો બે વર્ષથી ઉપયોગ થયો નથી. જો કે, શાળા અથવા બિઝનેસ વર્લ્ડ એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવશે નહીં.

આ પણ વાંચો - ભારતીય બજારનો ઐતિહાસિક માઈલસ્ટોન, પ્રથમ વખત માર્કેટકેપ 4 ટ્રિલિયન ડોલરને પાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.