Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવા News...!

News : કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા સમાચાર (News) આવ્યા છે. આ સમાચાર વાંચીને તમે ઝુમી ઉઠશો કારણ કે રાજ્યમાં આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગ અનુસાર આગામ 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આજથી...
09:43 AM Jun 06, 2024 IST | Vipul Pandya
pre-monsoon activity PC GOOGLE

News : કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેવા સમાચાર (News) આવ્યા છે. આ સમાચાર વાંચીને તમે ઝુમી ઉઠશો કારણ કે રાજ્યમાં આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગ અનુસાર આગામ 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ

રાજ્યમાં આજથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે અને 5 દિવસમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આજે દાહોદ,ડાંગ,તાપી, વલસાડમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે જ્યારે રવિવારે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. દેશમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે અને મુંબઇમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઇ ગઇ છે જેથી બુધવારે મુંબઇ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આગામી 5 દિવસ વરસાદી માહોલ

ગુજરાતમાં પણ હવે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, ડાંગી, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદ પડી શકે છે જ્યારે 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 8 જૂને આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં થશે વરસાદ

જ્યારે 9 જૂને દમણ, દાદરાનગર હવેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ, દીવ પંથકમાં વરસાદની શક્યતા છે અને 10 જૂને દમણ, દાદરાનગર ગવેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો----Mumbai Rain: મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી

આ પણ વાંચો----Rain : સુરત-વલસાડમાં વહેલી સવારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ

આ પણ વાંચો----Valsad: ભીષણ ગરમી વચ્ચે વલસાડમાં થયો વરસાદ, લોકોને રાહત પરંતુ ખેડૂતો ચિંતામાં

આ પણ વાંચો----Gujarat: ગરમીથી રાહતને લઈને હવામાન વિભાગે આપ્યા મોટા સમાચાર, આ વર્ષે 106% વરસાદની આગાહી

Tags :
GujaratGujarat FirstHitWaveIMDMeteorological DepartmentMonsoonMONSOON 2024Pre Monsoon ActivityRainRegional NewsSummerWeatherweather department
Next Article