મહિલાએ પીધું 2 લીટર પાણી અને થયું મોત
પાણી પીવું Health માટે ખૂબ સારું છે. ઘણા લોકો કહે છે કે પાણી જેટલું વધું પીશો તેટલી તમારી હેલ્થ સારી રહેશે. પણ કહેવાય છે કે અતિરેક હંમેશા નુકસાન કરે છે. જરૂર હોય તેના કરતા વધુ પાણી પીવું પણ ખતરનાક સાબિત થઇ શકે છે. કઇંક આવું જ એક મહિલા સાથે થયું છે જેણે માત્ર 20 મીનિટમાં 2 લીટર પાણી પી લીધું અને થોડા જ સમયમાં તેનું મોત થઇ ગયું છે. મૃત્યુ પામનાર મહિલા 35 વર્ષની Ashley Summers હતી.
આખા દિવસમાં પીવાનું પાણી ટૂંકા ગાળામાં પીધુ
Ashley Summers, ઇન્ડિયાનાની બે બાળકોની 35 વર્ષની માતા, તેના પરિવારને 4 જુલાઈના સપ્તાહના અંતે લેક ફ્રીમેનની સફર પર લઈ ગઈ. તેના પતિ અને યુવાન પુત્રીઓ સાથે સમયનો આનંદ માણતી વખતે, એશ્લે અચાનક જ ગંભીર રીતે ડિહાઇડ્રેટેડ અનુભવવા લાગી. તેણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી અને તેને વારંવાર માથાનો દુખાવો થતો હતો. મળતી માહિતી અનુસાર, તેણે તેની તરસ છીપાવવાના પ્રયાસમાં, વધુ પડતું પાણી પીધું, માત્ર 20 મિનિટમાં 4 બોટલ પાણી પી લીધું. જે કુલ મળીને 2 લિટર જેટલું હતું. તેના ભાઈ, ડેવોન મિલરે સમજાવ્યું કે આ તે માત્રા છે જે વ્યક્તિએ આખા દિવસમાં પીવો જોઈએ, આટલા ટૂંકા ગાળામાં નહીં.
ગંભીર કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે : ડોક્ટર
તેના મૃત્યુનું કારણ એવું કહેવાય છે કે, Ashley Summers સમગ્ર દિવસનું પાણી 20 મીનિટમાં પી લીધું હતું. પાણી પીધા બાદ તેને માથાનો દુખાવો થતો હતો. ઘરે પહોંચ્યા પછી, Ashley Summers નું અવસાન થયું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ડોકટરોએ કહ્યું કે, તેણી ક્યારેય હોશમાં નથી આવી. ડોક્ટરના નિવેદન મુજબ Ashley Summers ને બ્રેઈન ટ્યુમર હતું. એવું માનવામાં આવે છે કે, થોડા સમયમાં વધુ પાણી પીવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. Water Toxicity એ એક સ્થિતિ છે જે વધુ પડતા પાણી પીવાથી થાય છે. ડૉક્ટરોએ કહ્યું કે, ગંભીર કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે. તેને આખો દિવસ પીવો. પરંતુ તબીબોએ જણાવ્યું કે, થોડા જ સમયમાં વધારે પાણી પીવાના કારણે પાણીમાં ઝેરી અસર થવાથી તેનું મોત થયું હતું.
વધુ પાણી આપણા શરીર પણ નકારાત્મક અસર કરે છે
વધુ પડતું પાણી પીવું એ Water Toxicity નું કારણ છે. વાસ્તવમાં, ઘણી વખત આપણે સમજી શકતા નથી કે આપણા શરીરને કેટલું પાણી જોઈએ છે, તેથી આપણે જરૂર કરતાં વધુ પાણીનો વપરાશ કરીએ છીએ. તે તરત જ આપણા શરીર પર નકારાત્મક અસર કરે છે. કિડનીથી લઈને લોહી સુધી, આપણું મગજ પણ તેનાથી પ્રભાવિત થાય છે, જેના કારણે આપણે હાઈપોનેટ્રેમિયાનો શિકાર થઈએ છીએ. જ્યારે Water Toxicity ની સ્થિતિ વધુ ખરાબ થાય છે, ત્યારે તે લોકોના મૃત્યુનું કારણ બની શકે છે.
Water Toxicity ના લક્ષણો
સોજો આવવો
વધુ પડતું પાણી પીવાથી તમારા શરીરમાં સોજો આવી શકે છે, તેને ઓવરહાઈડ્રેશન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં કોષોમાં પાણી જમા થવા લાગે છે અને શરીર પર સોજો આવવા લાગે છે.
પેટનું ફૂંલવું
વધારે પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. તેની સાથે ઉલ્ટી, માથાનો દુખાવો જેવી ફરિયાદો પણ થઈ શકે છે.
હૃદયને જોખમ
વધુ પાણી પીવાથી લોહીમાં પાણીનું સ્તર વધી શકે છે. તે હૃદયના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
કિડની માટે હાનિકારક
ઓવરહાઈડ્રેશનની કિડની પર ખરાબ અસર પડે છે. વધુ પડતું પાણી કિડનીમાં હાજર આર્જિનિન વાસોપ્રેસિનના સ્તરને અસર કરે છે. તેની ઉણપથી કિડનીને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો - સાવધાન…! આ દેશમાં CORONAVIRUS નો વધ્યો ગ્રાફ, શું ફરી તે જ દિવસો…?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ