Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump ને વોટ આપવો પતિને પડ્યો ભારે...

અમેરિકામાં જોવા મળ્યો અજીબો ગરીબ કિસ્સો ડોનાલ્ડ ટ્રમ્પને વોટ આપવો પતિને પડ્યો ભારે ટ્રમ્પને વોટઆપનાર પતિને પત્નીએ ડિવોર્સની નોટિસ આપી Donald Trump Win : અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો આખી દુનિયાને બદલી નાખે કે ન બદલે, પરંતુ એક વ્યક્તિનું જીવન...
donald trump ને વોટ આપવો પતિને પડ્યો ભારે
Advertisement
  • અમેરિકામાં જોવા મળ્યો અજીબો ગરીબ કિસ્સો
  • ડોનાલ્ડ ટ્રમ્પને વોટ આપવો પતિને પડ્યો ભારે
  • ટ્રમ્પને વોટઆપનાર પતિને પત્નીએ ડિવોર્સની નોટિસ આપી

Donald Trump Win : અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો આખી દુનિયાને બદલી નાખે કે ન બદલે, પરંતુ એક વ્યક્તિનું જીવન આખુ ચોક્કસપણે બદલાઈ ગયુ છે. આ વ્યક્તિએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump Win) ને વોટ આપ્યો હતો, જે તાજેતરની ચૂંટણીમાં વિજેતા હતા. પરંતુ ટ્રમ્પને વોટ આપવાના કારણે આ વ્યક્તિની પત્ની નારાજ થઈ ગઈ અને તેણે પતિને છૂટાછેડાની નોટિસ મોકલી. પતિએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વર્ણવતા લખ્યું કે તે વિશ્વાસ નથી કરી શકતો કે રાજનીતિને કારણે લગ્ન તૂટી શકે છે. તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે છૂટાછેડાના કાગળો આટલી ઝડપથી કેવી રીતે મોકલી શકાય. ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ સામે 5 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી હતી.

એક અમેરિકન નાગરિક માટે ભયંકર આઘાત

ટ્રમ્પે પહેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનનો સામનો કરવાનો હતો. જ્યારે બાઇડેન નાદુરસ્ત તબિયતને ટાંકીને રેસમાંથી ખસી ગયા, ત્યારે ઉપપ્રમુખ કમલા હેરિસે તેમનું સ્થાન લીધું. ટ્રમ્પ અને હેરિસનું ચૂંટણી અભિયાન ખૂબ જ તીક્ષ્ણ અને ધ્રુવીકરણ હતું. જ્યારે પરિણામ આવ્યા ત્યારે ઘણાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ પરિણામ એક અમેરિકન નાગરિક માટે ભયંકર આઘાત સમાન હતું કારણ કે છૂટાછેડાના કાગળો તેના ઘરઆંગણે પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો----Donald Trump ની ભીષ્મ પ્રતિજ્ઞા, હું હિંદુઓને ધર્મવિરોધી એજન્ડાથી બચાવીશ

Advertisement

ટ્રમ્પને મત આપ્યો અને આવી છૂટાછેડાની નોબત

આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી લખી હતી. તેણે કહ્યું, 'મેં ટ્રમ્પને વોટ આપ્યો, મારી પત્નીએ મને ડિવોર્સ પેપર મોકલ્યા. હું શું કરું? મને ખબર પણ નહોતી કે છૂટાછેડાના કાગળો આટલી ઝડપથી મોકલી શકાય છે. આ પોસ્ટને કરોડો લોકોએ જોઈ છે, લાખો લોકોએ લાઈક અને શેર કરી છે. આ વ્યક્તિએ લખ્યું, 'મને પણ ખબર નથી કે શું બોલવું. મને આશ્ચર્ય થાય છે કે મેં એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા જે રાજકારણ માટે પોતાનું આખું જીવન વેડફવા તૈયાર છે. ગયા અઠવાડિયે અમે ખુશ હતા, આજે અમે છૂટાછેડા લઈ રહ્યા છીએ. વ્યક્તિએ આગળ કહ્યું, 'બધી વાત કરવા તૈયાર નથી. તેણી કહે છે કે ગમે તે થાય, તેનું મન બદલાશે નહીં.

આ ઘટના વિશે લોકોએ શું કહ્યું?

કેટલાક લોકોને આ વ્યક્તિ પર દયા આવી જ્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું. કેટલાકે કહ્યું કે કદાચ આ થવાનું હતું. એક ટિપ્પણીમાં કહેવાયું કે જો તેણી તેને આ માટે છોડી શકે, તો તે પહેલેથી જ તેની તૈયારી કરી રહી હતી અને બહાનું શોધી રહી હતી.

આ પણ વાંચો---Donald Trump ની જીતને કારણે Tesla ના શેર બન્યા રોકેટ!

Tags :
Advertisement

.

×