Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી ? પીડિત મહિલાએ Gujarat First ને વર્ણવી આપવીતી

ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો! અદાણી જૂથની અંબુજા કંપની ગંભીર આરોપોનાં ઘેરામાં! ગીરસોમનાથનાં કોડિનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ મહિલાને કેન્સર થવા પાછળનું કારણ પ્રદુષણ હોવાનો આરોપ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નાં ઓપરેશન 'અસુર'...
adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી   પીડિત મહિલાએ gujarat first ને વર્ણવી આપવીતી
  1. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો!
  2. અદાણી જૂથની અંબુજા કંપની ગંભીર આરોપોનાં ઘેરામાં!
  3. ગીરસોમનાથનાં કોડિનારની અંબુજા કંપની સામે ગ્રામજનોમાં રોષ
  4. મહિલાને કેન્સર થવા પાછળનું કારણ પ્રદુષણ હોવાનો આરોપ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નાં ઓપરેશન 'અસુર' નાં (Operation 'Assur') રાજ્યભરમાં પડઘા પડ્યા છે. અદાણી જૂથની (Adani Groups) અંબુજા સિમેન્ટ કંપનીની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) આવેલી અંબુજા સિમેન્ટ કંપનીની નજીકનાં ગામોમાં રહેતા લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબુજા સિમેન્ટ કંપનીનાં (Ambuja Cement Company) કારણે હવામાં પ્રદુષણ, પાણીમાં પ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, ખેતીની જમીનને નુકસાન, પાકને નુકસાન અને ગંભીર બીમારી થતી હોવાનો ગ્રામજનો દ્વારા ચોંકવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અદાણીનાં પાપે અસંખ્ય લોકો ગંભીર બીમારીઓથી ગ્રસ્ત થયાનો પણ દાવો કરાયો છે. અસંખ્ય લોકોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ હોવાની ફરિયાદ પણ કરી છે. ગુજરાત ફર્સ્ટની ગાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં કેટલાંક લોકો કેન્સરથી (Cancer) પીડિત થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે. અહીં, વાંચો કંપનીનાં પાપ અને વ્યાપ્ત ભ્રષ્ટચાર અંગેનો સમગ્ર અહેવાલ...

Advertisement

આ પણ વાંચો - Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!

Advertisement

અંબુજા સિમેન્ટ કંપનીનાં કારણે બેફામ પ્રદુષણ ફેલાવાતા હોવાનો ગંભીર આરોપ

Adani ની અંબુજા સિમેન્ટ કંપનીનાં કારણે જુનાગઢ (Junagadh) જિલ્લાનાં વડનગર, લોઢવા અને સીંગસર ગામનાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીના કારણે ગામોમાં બેફામ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે, જેના કારણે અમને ભારે હાલાકી પડી રહી છે. અત્યારે Adani ના પાપે સ્થાનિકોને શ્વાસ લેવા પણ અઘરો પડી ગયો છે. Adani દ્વારા અહીં ગેરકાયદેસનું ખનન થઈ રહ્યું છે છતાં પણ કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી ? શા માટે Adani સામે કાયદેસરનાં પગલા લેવામાં નથી આવતા ? શું ધનિક હોવાનો મતલબ એવો છે કે, લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણનો કોઈ ખ્યાલ નહીં રાખવાનો?

આ પણ વાંચો - Adani: ‘અમારૂ ગામ હજી આઝાદ નથી થયું!’ અંબુજાના પાપે આ ગામોમાં રહેવું નર્ક સમાન

Advertisement

કંપનીનાં પ્રોડક્શનનાં કારણે હવામાં પ્રદુષણ, લોકોમાં કેન્સરની ફરિયાદ

Adani અને Ambuja સિમેન્ટ કંપનીનાં (Ambuja Cement Company) કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાનો આરોપ થયો છે. કંપનીનાં પ્રોડેક્શનનાં કારણે વાતાવરણમાં પ્રદુષણ (Environment Pollution) ફેલાતા લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે પરંતુ, તેમ છતાં આ અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગેની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પીડિતોને મળતા તેમના ઘરે પહોંચ્યું હતું. ગીર સોમનાથનાં (Gir Somnath) વડનગર ગામમાં રહેતા કેન્સર પીડિત મહિલાનાં ઘરે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું અને પીડિત મહિલાની આપવીતી જાણવાની કોશિશ કરી હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, શ્વાસ લેવામાં હાલ પણ મુશ્કેલી થઈ રહી છે. ડોક્ટરે પણ એવું કીધું કે વાતાવરણમાં પ્રદુષણનાં (Environment Pollution) કારણે આ બીમારી થઈ છે. મારી સારવાર ચાલી રહી છે, જેનો ખર્ચો પણ ઘણો છે. મહિલાએ જણાવ્યું કે, નાના-મોટા બાળકોને પણ આ પ્રકારની તકલીફ થઈ રહી છે. 100 મીટર દેડોને તેઓ હાંફી જાય છે.  આ અંગે અનેક ફરિયાદ કરવામાં આવી છે પણ કોઇ કાર્યવાહી થતી નથી.

આ પણ વાંચો - Ambalal Prediction : નવરાત્રિમાં બપોર પછી.....

Tags :
Advertisement

.