ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shivani Raja : બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં દીવના શિવાની રાજાનો ભવ્ય વિજય

Shivani Raja : બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત સાંસદની ચૂંટણી લડી રહેલા મુળ દીવના ગુજરાતી એવા શિવાની રાજાનો વિજય થયો છે. ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ સામે બ્રિટિશ ઈન્ડિયન કન્ઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજા (Shivani Raja)...
11:35 AM Jul 05, 2024 IST | Vipul Pandya
Shivani Raja

Shivani Raja : બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત સાંસદની ચૂંટણી લડી રહેલા મુળ દીવના ગુજરાતી એવા શિવાની રાજાનો વિજય થયો છે. ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ સામે બ્રિટિશ ઈન્ડિયન કન્ઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજા (Shivani Raja) લેસ્ટર ઈસ્ટમાંથી સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. શિવાની રાજા મુળ દીવના છે અને ગુજરાતી છે. શિવાની રાજાએ જોરશોરથી પોતાનો પ્રચાર કર્યો હતો.

 શિવાની રાજા લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઘણા ભારતીય મુળના નાગરિકો પણ ચૂંટણી લડી રહ્યા હતા. ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ બ્રિટિશ ઈન્ડિયન કન્ઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજા સામે લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તમામની નજર ભારતીયોની ધરોહર ગણાતા આ મતવિસ્તાર પર હતી, કારણ કે ગોવા મૂળના ભૂતપૂર્વ સાંસદ કીથ વાઝ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. સેન્ટ્રલ ઈંગ્લેન્ડના વોલ્વરહેમ્પટન વેસ્ટના સોલિસિટર વરિન્દર જૂસ અને સ્મેથવિકના ગુરિન્દર સિંઘ જોસન સહિત બ્રિટિશ શીખો, લેબર માટે આગળ વધવાની આશા રાખી રહ્યા છે. બિહારમાં જન્મેલા કનિષ્ક નારાયણ વેલ ઓફ ગ્લેમોર્ગનમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.

શિવાની રાજા મુળ દીવના છે

લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડનારા શિવાની રાજા મુળ ગુજરાતી છે અને દીવના છે. તેમણે વતનમાં આવેલા બ્રિટીશ મતદારોને વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓનલાઇન મત આપવા માટે અપીલ કરી હતી. દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે. તેમને ઓનલાઇન વોટ કેવી રીતે આપવો તેની પણ માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો---- Britain ની ચૂંટણીમાં મુળ દીવના શિવાની રાજા પર સૌની નજર….

આ પણ વાંચો---- UK Election : Rishi Sunak એ હાર સ્વીકારી, લેબર પાર્ટી અને Keir Starmer ને વિજય અભિનંદન આપ્યા…

Tags :
Britain General ElectionBritain General Election 2024Conservative PartyExit PollGujarat FirstInternationalKeir StarmerLabor PartypollsPrime Minister Rishi SunakResignationShivani RajaSigns of DefeatUK General Election 2024victory
Next Article