Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે રાજ્યમાં યોજાશે ટેટ 2ની પરીક્ષા, પરીક્ષાને લઈ વહીવટી તંત્ર સજ્જ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આજે એ ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આજે અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં...
આજે રાજ્યમાં યોજાશે ટેટ 2ની પરીક્ષા  પરીક્ષાને લઈ વહીવટી તંત્ર સજ્જ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આજે એ ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આજે અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારો પરીક્ષા આપશે. મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત TET 2ની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે.

Advertisement

926 મકાનો અને 9 હજાર 230 પરીક્ષા ખંડ ઉપરથી ઉમેદવાર પરીક્ષા આપશે.આ ઉપરાંત ગણિત, વિજ્ઞાન વિષયના કુલ 72 હજાર 892 ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે ભાષાઓના વિષયમાં કુલ 1 લાખ 23 હજાર 963 ઉમેદવાર પરીક્ષા આપશે.

સામાજિક વિજ્ઞાન માટે કુલ 79 હજાર 211 ઉમેદવાર પરીક્ષા આપશે.આ પરીક્ષામા ગેરીરીતિ ન થાય તેને ધ્યાને રાખીને પેપર ટ્રેકિંગ સિસ્ટમ સહિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

Advertisement

આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
આ અંગે માહિતી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની રાહ જોતા હતા. શિક્ષક બનવા માટે TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.  પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ TET-2 રવિવાર (23 એપ્રિલ, 2023)એ યોજાવાની છે.  તેમણે જણાવ્યું હતું કે,  કલેક્ટર અને વહિવટી વિભાગે દરેક કેન્દ્ર માટે ઓબ્ઝર્વર અને સુપરવાઈઝર નિમ્યાં છે. પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ ઉમેદવારો કે અન્ય કોઈપણ વ્યક્તિ મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઉપરાંત ડિજિટલ ઉપકરણોની સાથે કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

Advertisement

ગત રવિવારે યોજાઈ હતી ટેટ-1ની પરીક્ષા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રાજ્યભરમાં ટેટ-1ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

આપણ  વાંચો- ઇસ્કોન મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ અપાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.