Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

73 વર્ષની વૃદ્ધ માતાને લઈને દિકરો સ્કુટર પર તિર્થયાત્રા કરાવવા નિકળ્યો

અહેવાલ : અર્જૂન વાળા, ગીર સોમનાથ અંધ માતા-પિતાને કાવડમાં દેશના તિર્થસ્થાનોની યાત્રા કરાવનાર પાત્ર શ્રવણકુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દ્રષ્ટાંત છે. જેને કારણે વડીલો, માતા-પિતાની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ મળતી રહે છે. આધુનિક યુગમાં આવું જ એક દ્રષ્ટાંત...
04:13 PM Aug 20, 2023 IST | Viral Joshi

અહેવાલ : અર્જૂન વાળા, ગીર સોમનાથ

અંધ માતા-પિતાને કાવડમાં દેશના તિર્થસ્થાનોની યાત્રા કરાવનાર પાત્ર શ્રવણકુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દ્રષ્ટાંત છે. જેને કારણે વડીલો, માતા-પિતાની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ મળતી રહે છે. આધુનિક યુગમાં આવું જ એક દ્રષ્ટાંત કર્ણાટકના મૈસુર શહેરના ડી. કૃષ્ણકુમારે પોતાની 73 વર્ષની માતાને ભારતના તમામ ધામોની યાત્રા કરાવીને આપ્યું છે.

સ્કુટર પર તિર્થયાત્રા

તેઓની માતૃ સેવા સાથેની યાત્રાની વિશિષ્ટતા એ છે કે, તેણે પોતાની માતાને આ યાત્રા 23 વર્ષ જુના સ્કુટર ઉપર કરાવી રહ્યા છે. હાલ 75,420 કીલોમીટરનું અંતર કાપી આ શ્રવણ યાત્રા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ના સાંનિધ્યે પહોંચી છે.

માતાને ભારત ભ્રમણ કરાવવાનો સંકલ્પ

ડી.કૃષ્ણકુમારે મીડિયા સાથે ની ખાસ વાત માં જણાવ્યું હતું કે, તેમની માતા ચુડારત્નમ્માએ આખી જીંદગી ઘરકામમાં જ વિતાવી દીધી છે. 2015 માં પિતાના અવસાન બાદ તેમણે રાત્રે ભોજન બાદ માતા સાથેની વાતચીતમાં પુત્રે માતાને આસપાસના તીરૂપતિ બાલાજી સહિતના પ્રમુખ તીર્થસ્થાનોની મુલાકાતે ન જઈ શકવાનું પૂછતાં માતાએ જણાવેલ કે તેઓ તો નજીકના સ્થાનીય તીર્થોની પણ મુલાકાત લઈ શકયા નથી. માતાના આવા જવાબ બાદ કૃષ્ણકુમારે માતાને ભારત ભ્રમણ કરાવવાનો સંકલ્પ કર્યો અને બેંગ્લોરમાં કોર્પોરેટ એન્જીનીયર તરીકેની નોકરીમાંથી 14 જાન્યુઆરી, 2018 માં રાજીનામું આપી 16 જાન્યુ.2018 થી માતા સાથે માતૃ સેવા સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. બાવીસ વર્ષ પહેલાં પિતા તરફથી મળેલ ટુવ્હીલરમાં જ માતા-પુત્રે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના દેશના અનેક રાજ્યોના તીર્થથાનો, મંદિરોની મુલાકાત લીધી છે અને નેપાલ ભુટાન મ્યાનમારમાં પણ આજ સ્કૂટરમાં ભ્રમણ કરે છે. તેઓ માને છે કે પિતા તરફથી મળેલ ગીફ્ટ હોય તેમની આ ભારત ભ્રમણ યાત્રામાં તેઓ બે નહિં પરંતુ તેમના પિતા પણ સાથે જ છે અને સફરમાં સાથે જ છે તે ભાવના સાથે ભારત ભ્રમણ કરી રહયા છે.

આ યાત્રાને “માતૃ સેવા સંકલ્પ યાત્રા” નામ આપ્યું

દક્ષિણામૂર્તિ કૃષ્ણકુમારે ૨૫ વર્ષ જૂના આ સ્કૂટર પર પોતાની માતા સાથે અત્યાર સુધીમાં 74 હજાર 420 કિમીની મુસાફરી કરી છે. કૃષ્ણ કુમારે તેમની આ યાત્રાને “માતૃ સેવા સંકલ્પ યાત્રા” નામ આપ્યું છે. કોઈ રેકર્ડ માટે નહીં પરંતુ માતાને યાત્રા કરાવવાના આશયથી આત્મ સંતોષ માટે શરુ થયેલી આ સ્કુટર યાત્રા દરમ્યાન માતા-પુત્રએ કાશ્મીરથી કન્યાકુમારી, પુર્વ ભારતના તમામ ધર્મસ્થાનો ઉપરાંત નેપાળ, ભુતાન, મ્યાનમારની યાત્રા પણ જુના સ્કુટર ઉપર કરી ચુક્યા છે અને હાલમાં સૌરાષ્ટ્ર ૫હોંચ્યા છે.

‘શ્રવણ કુમાર’નું બિરુદ

વર્તમાન યુગમાં આધુનિકતાની આંધણી દોટ વચ્ચે સંતાનોને મોટાભાગે વૃદ્ધ મા-બાપ માટે સમય મળતો નથી યા તો ફાળવી શકતા નથી. પરંતુ આજના યુગમાં પણ લોકમુખે ‘શ્રવણ કુમાર’નું બિરુદ પ્રાપ્ત કરનાર કર્ણાટકના યુવાને અનોખી માતૃભકિત કરતાં વૃદ્ધ માતાને છેલ્લાં સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 75 હજાર કિમીથી વધુની યાત્રા ટુ-વ્હીલરથી કરી માતૃભકિતની અનોખી મિસાલ આપી છે.

આ પણ વાંચો : રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલે યુવાનો માટે લીધો આ મોટો નિર્ણય

Tags :
ChudaratnammaD. KrishnakumarGir-SomnathKarnatakaPilgrimage
Next Article