Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હાટકેશ્વર બ્રિજ કૌંભાંડનાં આરોપીઓને સેસન્સ કોર્ટે રાહત આપવાનો કર્યો ઇન્કાર

અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 09 વ્યક્તિઓ વિરુદ્ધ AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. ત્યારે આ...
10:12 PM May 01, 2023 IST | Hiren Dave
અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 09 વ્યક્તિઓ વિરુદ્ધ AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. ત્યારે આ આરોપીઓ પૈકી અજય એન્જી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.જેની પર કોર્ટમાં સુનવણી પૂર્ણ થયા બાદ આજે તેનો ચુકાદો આવ્યો હતો.
સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓએ બ્રિજ બાંધવાના AMC પાસેથી 40 કરોડ રૂપિયા લીધા છે. બ્રિજ બન્યાના ટૂંકા સમયગાળામાં બ્રિજ પરથી ચોસલા ખરી પડતા તેને બંધ કરાયો છે. હવે આ નબળી કક્ષાના બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.
સેશન્સ કોર્ટેએ શું કર્યું ચુકાદામાં અવલોકન
આ કિસ્સામાં વિવિધ ટેક્નિકલ સંસ્થાઓ દ્વારા બ્રિજની તપાસના રિપોર્ટ માટે પણ AMC એ ખર્ચ કર્યો છે. આ પ્રજાના પૈસાનો વ્યય છે. આગામી સમયમાં અહીં ટ્રાફિક જામ પણ થશે. આરોપીઓને જામીન આપવાથી જાહેર જનતા શું વિચારશે ? તેને લઈને પણ કોર્ટે વિચાર કર્યો છે.
આ પણ  વાંચો- ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં જાણો શું થયો સુધારો?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ -કલ્પીન ત્રિવેદી, અમદાવાદ 
Tags :
accusedAhmedabadgrant reliefHatkeswar Bridge scamrefusedSessions Court
Next Article