સુરક્ષાદળોએ જાહેર કર્યો આતંકીઓને સ્કેચ, સુચના આપશે તેને મળશે લાખોનું ઈનામ
જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા (Indian Air Force convoy) પર થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack) માં, સુરક્ષા દળો (Security Forces) એ ગયા રવિવારે ઘણા લોકોની અટકાયત કરી અને પૂછપરછ પણ કરી હતી. જોકે, હવે સુરક્ષાદળોએ આતંકવાદીઓને પકડવા માટે કડક વલણ અપનાવતા સ્કેચ તૈયાર કર્યો છે અને સાથે તેમને પકડવા માટે 20 લાખ રૂપિયા (Rs 20 lakh) નું ઈનામ જાહેર કર્યું છે.
એક જવાન શહીદ, 4 અન્ય સુરક્ષાકર્મીઓ ઘાયલ
લોકસભાની ચૂંટણી વચ્ચે 4 મેના રોજ, આતંકવાદીઓએ પુંછના સુરનકોટના બકરાબલ (સનાઈ) વિસ્તારમાં ભારતીય વાયુસેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. તેમજ 4 અન્ય સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારથી, સશસ્ત્ર દળો શાહસિતાર વિસ્તારમાં એક મોટું સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આતંકવાદીઓને શોધી કાઢવા માટે સશસ્ત્ર બુલેટપ્રૂફ વાહનો અને ડોગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. આ સાથે આતંકવાદીઓ વિશે માહિતી આપનારાઓ માટે, સુરક્ષા દળોએ ચાર મોબાઈલ નંબર જારી કર્યા છે - 9541051982, 8082294375, 9541051982 અને 8082294375, જેના પર લોકો સંપર્ક કરી શકે છે અને શંકાસ્પદ વિશે માહિતી આપી શકે છે.
20 લોકોની અટકાયત કરવામાં આવી હતી
સુરક્ષા એજન્સીઓએ આ મામલામાં 20 લોકોની અટકાયત કરી છે. કેસની તપાસ ચાલી રહી છે. સુરનકોટના સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. શોધ ચાલુ છે. પુંછના દાના ટોપ, શાહશતાર, શિન્દ્રે અને સનાઈ સહિત અનેક વિસ્તારોમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. GOC 16 અને જમ્મુ-કાશ્મીર પોલીસના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.
આતંકવાદીઓ મતદાન પહેલા ભયનું વાતાવરણ ઉભું કરવા માંગે છે
કાફલામાં કુલ બે વાહનો હતા, જેમાંથી એક આર્મીનું વાહન હતું અને બીજું ભારતીય વાયુસેનાનું હતું. જેમાં આતંકીઓએ એરફોર્સના વાહનને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જણાવી દઈએ કે પુંછ ક્ષેત્ર અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તારમાં આવે છે. અનંતનાગ-રાજૌરીમાં લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં આ ઘટના સુરક્ષા દળો માટે મોટો પડકાર બની ગઈ છે.
બે આતંકીઓના સ્કેચ જાહેર
ભારતીય વાયુસેના સોમવારે આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ માટે સુરક્ષા દળોએ અલગ-અલગ સ્થળોએ ચેકપોસ્ટ લગાવી છે. આ દરમિયાન સેનાએ બે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. જેમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે જે પણ આતંકવાદીઓ વિશે માહિતી આપશે તેને 20 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો - Jammu & Kashmir : પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક સૈનિકો ઘાયલ થવાની આશંકા
આ પણ વાંચો - Poonch Terrorist Attack: પૂંછમાં થયેલા ભારતીય સૈનિકો પર હુમલાને લઈ 6 લોકોની અટકાયત કરાઈ
આ પણ વાંચો - Poonch Attack : સુરક્ષા દળોએ 6 સ્થાનિક લોકોની કરી અટકાયત, હુમલામાં હાથ હોવાની શંકા…