Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi-NCRની જનતાને વધુ એકવાર મોંઘવારીનો માર! CNG ના ભાવમાં થયો વધારો

મોંઘવારીની માર સતત જનતા સહન કરી રહી છે. ત્યારે Delhi-NCR ના લોકોને મોંઘવારી (Inflation) નો વધુ એક આંચકો લાગ્યો છે. હવે CNGના ભાવ મધરાતથી વધી ગયા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હી,...
delhi ncrની જનતાને વધુ એકવાર મોંઘવારીનો માર  cng ના ભાવમાં થયો વધારો

મોંઘવારીની માર સતત જનતા સહન કરી રહી છે. ત્યારે Delhi-NCR ના લોકોને મોંઘવારી (Inflation) નો વધુ એક આંચકો લાગ્યો છે. હવે CNGના ભાવ મધરાતથી વધી ગયા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે ગુરુગ્રામમાં CNGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી.

Advertisement

હવે તમારે CNG માટે આટલા પૈસા ચૂકવવા પડશે

પેટ્રોલ અને ડિઝલનો ભાવ પહેલા જ આસમાને છે ત્યારે જે લોકો CNG વાહનનો ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ સતત તેમા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવ્યું છે કે, દિલ્હીમાં નવી રેટ લિસ્ટ અનુસાર, CNG હવે રાજધાનીમાં 75.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. પહેલા આ દર 74.09 રૂપિયા હતો. નોઈડા, ગ્રેટર નોઈડા અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં પણ CNG મોંઘુ થઈ ગયું છે. અહીં CNG પહેલા 78.70 રૂપિયામાં મળતું હતું જે હવે 79.70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. આ સિવાય હરિયાણાના રેવાડી, મેરઠ અને ઉત્તર પ્રદેશના શામલીમાં પણ CNG ના દરમાં વધારો થયો છે, પરંતુ ગુરુગ્રામ, કરનાલ અને કૈથલમાં CNG ના ભાવમાં કોઈ વધારો થયો નથી, પરંતુ દિલ્હીમાં તમારે CNG માટે વધુ કિંમત ચૂકવવી પડશે. રેવાડીમાં CNG હવે 78.70 રૂપિયાના બદલે 79.70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. ઉત્તર પ્રદેશના મેરઠ શહેર, મુઝફ્ફરનગર અને શામલીમાં હવે CNG નો દર 79.08 રૂપિયા નહીં પરંતુ 80.08 રૂપિયા પ્રતિ કિલો છે.

માર્ચ 2024માં CNG સસ્તું થયું હતું

આ પહેલા માર્ચ મહિનામાં CNG સસ્તું થઈ ગયું હતું. તે સમયે CNG ગેસના ભાવમાં લગભગ અઢી રૂપિયા (રૂ. 2.50)નો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં CNG ના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આનાથી ઓટો-ટેક્સી ચાલકો અને CNG કિટ સાથે ડ્રાઇવિંગ કરનારાઓને રાહત મળી હતી, પરંતુ માત્ર 2 મહિના પછી જ સરકારે CNG ના દરમાં વધારો કરીને મોંઘવારીનો બોજ લોકો પર નાખ્યો છે.

Advertisement

આ શહેરોમાં પણ CNG મોંઘો થઇ ચુક્યો છે

દિલ્હી-NCR પહેલા ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં CNG મોંઘી થઈ ગઈ હતી. બકરીદના તહેવારના એક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત હતા. અયોધ્યા, આગ્રા, લખનૌ, ઉન્નાવમાં CNG ના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ શહેરોમાં CNG હવે 94 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. પહેલા આ દર 92 રૂપિયાની આસપાસ હતો.

આ પણ વાંચો - CNG Price Cut : લોકસભા ચૂંટણી પહેલા અહીં CNG થયો સસ્તો, ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયાનો ઘટાડો…

Advertisement

આ પણ વાંચો - દિલ્હી CM કેજરીવાલને નીચલી કોર્ટે આપ્યા જામીન હાઈકોર્ટે ફગાવ્યા

Tags :
Advertisement

.