Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

North Bengal : શું પશ્ચિમ બંગાળના 2 ભાગ થઇ જશે...?

North Bengal : પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારના નિવેદન બાદ બંગાળમાં રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. મજુમદારનું કહેવું છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને ઉત્તર બંગાળ (North Bengal) ને...
north bengal   શું પશ્ચિમ બંગાળના 2 ભાગ થઇ જશે

North Bengal : પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારના નિવેદન બાદ બંગાળમાં રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. મજુમદારનું કહેવું છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને ઉત્તર બંગાળ (North Bengal) ને નોર્થ-ઈસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતા પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. મજમુદાર અને ભાજપની ટીકા કરતાં તેમણે કહ્યું કે આ લોકો ‘બંગાળ વિરોધી’ છે. ચાલો પહેલા જાણીએ શું છે સુકાંત મજમુદારનું નિવેદન.

Advertisement

ઉત્તર બંગાળને નોર્થ-ઈસ્ટમાં સામેલ કરવાની માંગ

બંગાળમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, "હું આજે પીએમને મળ્યો હતો અને ઉત્તર બંગાળને ઉત્તર-પૂર્વ ભારતમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે આ અંગે પીએમએ નિર્ણય લેવાનો છે. પરંતુ જો ઉત્તર બંગાળને ઉત્તર-પૂર્વ ભારતમાં સામેલ કરવામાં આવે તો તો આ ક્ષેત્રને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળશે." ભાજપના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આવા પગલાથી વિસ્તારના વધુ સારા વિકાસની ખાતરી થશે અને તેમને ખાતરી છે કે રાજ્ય સરકારને કોઈ વાંધો નહીં હોય.

ભાજપ ઉત્તર બંગાળને નોર્થ-ઈસ્ટમાં શા માટે સામેલ કરવા માંગે છે?

આ પહેલીવાર નથી જ્યારે ભાજપે ઉત્તર બંગાળને બંગાળથી અલગ કરવાની વાત કરી હોય, આ પહેલા પણ આવી માંગ ઉઠી છે, આ પહેલા પણ અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી. તાજેતરના દિવસોમાં ભાજપના નેતાઓ અને સાંસદોએ ઉત્તર બંગાળને પશ્ચિમ બંગાળથી અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠાવી છે. આવો જાણીએ આ પાછળ ભાજપનો ઈરાદો શું છે.

Advertisement

ઉત્તર બંગાળમાં બીજેપીનું વર્ચસ્વ ખૂબ જ મજબૂત

ટીએમસી પછી બીજેપી બંગાળમાં બીજી સૌથી મોટી પાર્ટી છે, પરંતુ ઉત્તર બંગાળમાં બીજેપીનું વર્ચસ્વ ખૂબ જ મજબૂત છે, ઉત્તર બંગાળમાં બીજેપીનો કેવો દબદબો છે, તમે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીના પરિણામો પરથી જોઈ શકો છો, જેમાં બીજેપીએ ઉત્તર બંગાળમાં સાતમાંથી પાંચ લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર બંગાળમાં સાતમાંથી છ બેઠકો જીતી હતી. એટલે કે ઉત્તર બંગાળ ભાજપનો ગઢ છે.

ઉત્તર બંગાળને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ

બીજેપી સાંસદ જોન બારલાએ પહેલા જ માંગ કરી હતી કે ઉત્તર બંગાળના આઠમાંથી સાત જિલ્લાઓને મર્જ કરીને રાજ્યમાંથી નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે.

Advertisement

બીજેપી કયા આધારે ઉત્તર બંગાળને અલગ કરવા માંગે છે?

જ્યારે કોઈ પણ બીજેપી નેતા ઉત્તર બંગાળને અલગ કરવાની માંગ કરે છે, ત્યારે તે બે આધાર આપે છે, નંબર એક એ છે કે આ જિલ્લાઓમાં કોઈ વિકાસ થયો નથી. બીજું, આ જિલ્લાઓમાં ભાજપનું વર્ચસ્વ છે, તેથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર આ જિલ્લાઓ પર ધ્યાન આપતી નથી.

ભાજપ બંગાળ વિરોધી છે: ટીએમસી નેતા

ઉત્તર બંગાળને નોર્થ-ઈસ્ટનો હિસ્સો બનાવવાના નિવેદન બાદ રાજકીય વાવાઝોડું ઊભું થયું હતું. મજમુદારના નિવેદન પર ટીએમસીએ તીખી પ્રતિક્રિયા આપી છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે સુકાંત મજુમદારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે, તેઓ ઉત્તર બંગાળ, નોર્થ ઈસ્ટ કાઉન્સિલ વગેરેના વિકાસ વિશે વાત કરી રહ્યા છે, લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી.

છેલ્લા ટીપાં સુધી લડીશું: TMC પ્રવક્તા રિજુ દત્તા

આ દરમિયાન ટીએમસીના પ્રવક્તા રિજુ દત્તાએ બંગાલ વિરોધી કેપ્શન સાથે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું કે ભાજપ ફરીથી પોતાની જૂની ચાલ ચાલી રહી છે. બંગાળનું વિભાજન પહેલા પણ થઇ ચુક્યું છે અને તેનાથી લાખો લોકોએ પોતાનું બધુ જ ગુમાવી દીધું છે. અમે બંગાળની અખંડીતતા અને સરહદની રક્ષા માટે લોહીના છેલ્લા ટીપાં સુધી લડીશું બંગાળનું ક્યારેય વિભાજન નહી થાય.

આ પણ વાંચો-----Bharatiya Janata Party ની આજે ખૂબ જ મહત્વની બેઠક..

Tags :
Advertisement

.