Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Awas Yojana: પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું કે, મકાન કેવું મળ્યું છે?

PM Awas Yojana: આજે બનાસકાંઠામાં ડીસાના કુંભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો તેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ...
04:09 PM Feb 10, 2024 IST | VIMAL PRAJAPATI
PM Awas Yojana

PM Awas Yojana: આજે બનાસકાંઠામાં ડીસાના કુંભારિયા અને જલોત્રા ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં કુલ 3,938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો તેમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ દરમિયાન લાભાર્થીઓને તેમના પરિવાર અને મળેલા મકાન વિશે પણ વાત કરી હતી.

બનાસકાંઠાના કુંભારિયા ગામના આશાબેન ભેરાભાઈ ભરથરીએ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે વાત કહેતા પહેલા જય અંબેનો નાદ કર્યો હતો. મકાન મળ્યું તે બાબતે આશાબેને ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં (Banaskantha) કુલ 3063 PM આવાસ, 521 આંબેડકર આવાસ અને 354 પંડિત દીનદયાળના આવાસ મળી કુલ 3938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આશાબેને જય અંબે કહીને પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો. વધુમાં પ્રધામંત્રીએ આશાબેને પૂછ્યું કે, ‘આશાબેન કેમ છો, કુંટૂંબમાં કેટલા છે? ઘર કેવું મળ્યું પહેલા ક્યા રહેતા તે સમજાવોને બધું...’

આશાબને કહ્યું કે, પહેલા અમે સાહેબ ગબ્બરમાં ઝૂંપડાંમાં રહેતા હતા. હવે પાકા મકાનમાં રહેવા આવ્યા છીએ. બઉ આનંદથી જીવીએ છીએ, બઉ ખુશ છીએ સાહેવ!

પ્રધાનમંત્રીએ વધુમાં પૂછ્યું કે, મકાન કેવું મળ્યું છે? તમે જેવું ઇચ્છું તેવું બન્યું છે? મે સાંભળ્યું છે કે, તમારું મકાન જોવા ઘણા લોકો આવે છે. સરકારના સાહેબો પણ જોવા આવ્યા હતા અને ફિલમ ઉતારવા આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સાથે વાત કરતા આશાબેને મકાન મળવા બાબતે ખુશી વ્યક્ત કરી હતી. આશાબને ભરથરી પહેલા ઝૂંપડાંમાં રહેતા અને અત્યારે તેમને પીએ આવાસ યોજના થકી મકાન મળ્યું છે. હવે તેઓ પાકા મકાનમાં રહેવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં 3063 PM આવાસ, 521 આંબેડકર આવાસ અને 354 પંડિત દીનદયાળના આવાસ મળી કુલ 3938 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મોરબીના નાના ખીજડીયાના ગીતાબેન છગનભાઈ ચૌહાણ સાથે પણ પ્રધાનમંત્રીએ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જય શ્રીરામ કહીને વાત શરું કરી અને તેમના પરિવાર વિશે પૂછ્યું હતું. આ સાથે તેમને બીજા કેટલા લાભો મળ્યા તેના વિશે પણ પૂછ્યું હતું. ગીતાબેને કહ્યું કે, આજે તમારી સાથે વાત કરવા મળી તે અમારા માટે ભાગ્યની વાત છે. પ્રધાનમંત્રીએ ગીતાબેનને કહ્યું કે, તમે તમારી દીકરીઓને જે શિક્ષણ આપી રહ્યા છો તે તમારી સૌથી મોટીં મૂડી છે. વધુમાં કહ્યું કે, ઘર ભલે તમે પછી બનાવ્યું પરંતુ બાળકોની જિંદગી પહેલા બનાવી છે.

વાપીના હેમાબને જગદીશભાઈ પટેલે પ્રધાનમંત્રી સાથે વાર્તાલાભ કર્યો હતો. હેમાબેન સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમારા પરિવારમાં બધા શું કરે છે અને કઈ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે? હેમાબેને કહ્યું કે, અમને આજે આવાસ યોજના થકી મકાન મળ્યું તેથી ખુબ જ ખુશ છીએ. પહેલા અમે કાચા ઘરમાં રહેતા હતા જ્યારે હવે પાકા મકાનમાં રહેવા આવ્યા છીએ.

આ પણ વાંચો: 22 જાન્યુ.એ 500 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો, રામ વગર દેશની કલ્પના જ નહીં : અમિત શાહ

Tags :
'GobarDhanYojana'GujaratGujarat NewsPM Awas YojanaPradhan Mantri Awas Yojana
Next Article